Last updated on February 4th, 2025 at 06:19 pm
Yamaha FZS V4: ટુ વ્હીલર મોટરસાયકલ ઇન્ડસ્ટ્રીમાં નામચીન કંપની યામાહાએ ભારતમાં હાજર રહેલ પોતાના બાઈકોના ચાર અપડેટ વર્ઝન લોન્ચ કર્યા છે. જેમાંનું એક બાઈક છે યામાહા એફઝેડએસ એફઆઈ V4 ( Yamaha FZS V4 Deluxe) જે એક એગ્રેસીવ ડિઝાઇન વાળી સ્ટ્રીટ ફાઈટર બાઈક છે. અને કંપની દ્વારા આ બાઈકના અપડેટેડ વર્ઝનમાં ટ્રેકશન કંટ્રોલનો ફિચર્સ પણ આપવામાં આવેલ છે. દિલ્હીમાં આ બાઈકની એક્સ શોરૂમ કિંમત ₹1,27,400 રૂપિયા છે.
જો તમે આ સ્ટ્રીટ ફાઈટર બાઈક Yamaha FZS V4 ને પસંદ કરો છો અને અત્યારે તેને ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો, તો અહીં જુઓ આ બાઈકની કિંમત, ઈંજન,માઇલેજ અને બ્રેકિંગ સિસ્ટમ. તેની સાથે સાથે ફાઇનાન્સ પ્લાનની પણ માહિતી આપીશું.
Yamaha FZS V4 બાઈક ની એક્સ શોરૂમ અને ઓન રોડ કિંમત
આ બાઈકની કિંમતની વાત કરીએ તો તેની શરૂઆતની કિંમત 1,27,400 રૂપિયા એક્સ શોરૂમ છે. અને ઓન રોડમાં તમને આ બાઈક 1,44, 849 રૂપિયામાં પડે છે. જો તમે આ બાઈકને કેસમાં ખરીદવા માંગો છો તો તમારી પાસે લગભગ 1 લાખ 44 હજાર રૂપિયા હોવા જરૂરી છે.
કેટલું માઇલેજ આપે છે આ બાઈક ?
યામાહા કંપની આ બાઈકના માઇલેજ વિશે એવો દાવો કરે છે કે Yamaha FZS V4 Deluxe બાઈક 55.42 કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ આપે છે. અને ARAI દ્વારા આ માઇલેજને પ્રમાણિત કરવામાં આવેલ છે.
Yamaha FZS V4 બ્રેકિંગ સિસ્ટમ
આ બાઈકના બ્રેકિંગ સિસ્ટમની વાત કરીએ તો તેના ફ્રન્ટ અને રિયર વિલમાં ડિસ્ક બ્રેક આપવામાં આવેલ છે. જેની સાથે ડ્યુઅલ ચેનલ એન્ટ્રી લોક બ્રેકિંગ સિસ્ટમની જોડવામાં આવેલ છે.
Yamaha FZS V4n ફાઇનાન્સ પ્લાન
જો તમારી પાસે અત્યારે આટલા બધા પૈસા નથી અને તમે આ બાઈક ખરીદવા માંગો છો. અથવા તો એકી સાથે આટલું બધું ખર્ચ કરવા માંગતા નથી તો તેના ફાયનાન્સની સમગ્ર માહિતી અહીં તમને મળશે જેથી તમે ફક્ત 15000 રૂપિયા આપીને તેને ઘરે લઈ જઈ શકો છો.

ઓનલાઇન ફાઇનાન્સ પ્લાન્ટ ની માહિતી આપતા ડાઉન પેમેન્ટ અને ઇએમઆઇ કેલ્ક્યુલેટર માં જણાવ્યા મુજબ, જો તમારી પાસે અત્યારે ફક્ત 15000 રૂપિયા છે તો બેંક તમને આ બાઈક માટે રૂપિયા 1,29,850 ની લોન આપી શકે છે. અને આ લોન પર બેંક દ્વારા વાર્ષિક 9.7 ટકા વ્યાજ દર લાગશે.
ડાઉન પેમેન્ટ કેટલું હશે અને કેટલી હશે EMI ?
એકવાર લોન મળી જાય પછી તમારે આ બાઈક માટે ફક્ત 15000 રૂપિયા ડાઉન પેમેન્ટ જમા કરાવવાનું રહેશે તેના પછી તમારે 36 મહિના માટે મહિને રૂપિયા 4132 ની EMI જમા કરાવવાની રહેશે.
એન્જિન અને ટ્રાન્સમિશન
યામાહા કંપની દ્વારા આ બાઈકમાં સિંગલ સિલિન્ડર વાળું 149cc નું એન્જિન લગાવવામાં આવેલ છે. આ એન્જિન 12.4 પીએસ નો પાવર અને 13.3 Nm નો ટોર્ક જનરેટ કરે છે. અને આ એન્જિન સાથે 5 સ્પીડ ગેયરબોક્સ ને જોડવામાં આવેલ છે.
આ પણ વાંચો: કાવાસાકી એ લોન્ચ કર્યુ Kawasaki ninja 500 નવુ મૉડલ, ડિઝાઇનમાં કર્યો બદલાવ, જુઓ શું છે કિંમત