What is Coldplay: આ સમયે સમગ્ર દેશભરમાં કોલ્ડપ્લેની ચર્ચાઓ થઈ રહી છે. દેશના જુદા જુદા મોટા શહેરોમાં કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાઇ રહ્યા છે. સોશિયલ મીડિયા,ઓફિસ, સ્કૂલ-કોલેજ દરેક જગ્યાએ કોલ્ડપ્લેની ચર્ચાઓ થઈ રહી છે. અને આ કોલ્ડપ્લે કોન્સર્ટની કિંમત લાખોમાં હોય છે. શુ તમે જાણો છો કે આ કોલ્ડપ્લેનો અર્થ શું થાય છે અને તેમાં શું હોય છે ? તો તમારે તેના વિશે વધારે શંકા કરવાની અને લોડ લેવાની જરૂર નથી. અમે તમને જણાવીશું કે તેનો અર્થ શું થાય છે.
What is Coldplay | શું છે આ કોલ્ડપ્લે ?
કોલ્ડપ્લે એક બ્રિટિશ રોક બેન્ડ છે. જે 1997 માં લંડનમા શરૂ થઈ છે. અને આ કોન્સર્ટ કલાકારોને તેના લાઈવ પરફોર્મન્સ માટે લોકો ચાહે છે. કેમકે તેઓ પોતાની કલાથી કલ્ચરને અસર કરે છે. અત્યારે આ બેન્ડમાં ક્રિસ માર્ટિન, જોની બકલેન્ડ, ગાય બેલીમેંન એને વિલ ચેમ્પિયન છે.
ભારતમાં કેમ ચર્ચા થઈ રહી છે ?
વર્ષ 2025 જાન્યુઆરી મહિનામાં એટલે કે આ ચાલુ મહિનામાં કોલ્ડપ્લે દ્વારા કોન્સર્ટ કરવામાં આવ્યો છે. જે ઇન્ડિયા વિઝીટ music of the Spheres world tour 2025 હેઠળ આવે છે. આ કોન્સર્ટ માટે દેશના લગભગ 13 મિલિયન લોકોએ ટિકિટ ખરીદવા માંગતા હતા પરંતુ તેઓ ખરીદી શક્યા નહીં. જ્યારે આ કોન્સર્ટની ટિકિટ 10 લાખ રૂપિયા હતી ત્યાં સુધી પણ 99 લાખ લોકો તેની રાહ જોઈ રહ્યા હતા.
26 જાન્યુઆરીએ હતો છેલ્લો કોન્સર્ટ
બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લે અત્યારના દિવસોમાં ભારતીય લોકોને પોતાના ગીતો પર નાચવા માટે મજબૂર કરી રહ્યા છે. મુંબઈમાં તેમનો કોન્સર્ટ યોજાયો હતો જે સુપરહિટ રહ્યો. અને અમદાવાદમાં પણ તેમનો કોન્સર્ટ-શો જોરદાર હિટ થયો છે. 26 જાન્યુઆરી 2025 ના દિવસે કોલ્ડપ્લેએ અમદાવાદમાં પોતાના “મ્યુઝિક ઓફ ધ સ્ફિયર“ટુરનો છેલ્લો કોન્સટ કર્યો હતો.
અને જે લોકો તેમના આ શોનો લાભ નથી લઈ શક્યા હતા તેના માટે તેમને લાઈવ સ્ટ્રીમનું પણ આયોજન કર્યું હતું. અને તેમનું આ ગ્રાન્ડ ફિનાલે 26 જાન્યુઆરીના દિવસે ડિઝની plus hotstar પર લાઈવ સ્ટ્રીમ પણ કરવામાં આવ્યું હતું. ગણતંત્ર દિવસના દિવસે સાંજે 7:00 વાગ્યે 45 મિનિટે આ શું કરવામાં આવ્યો હતો. અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ કોન્સર્ટ યોજાયો હતો. અને આ લાઈવ સ્ટ્રીમથી મુંબઈ, દિલ્હી,હૈદરાબાદ,બેંગ્લોર,પુણે અને ચેન્નઈ ની સાથે સાથે ઘણા બધા શહેરોમાં તેને લાઈવ જોઈ શકાયો હતો.
કોલ્પ્લે એ કોન્સર્ટની રાખી હતી લાઈવસ્ટ્રીમ
તેમણે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયામા પોસ્ટ કરતા લખ્યું હતું કે-જનતા કા ન્યોતા. કલ અપને હી શહેરમે અલ્ટીમેટ વોચ પાર્ટી જોઈન કરે ! ફક્ત ડિઝની plus hotstar સબસ્ક્રીપશન અને પોતાના દોસ્તારોને સાથે લઈ લો. કોલ્ડપ્લેએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પોતાનો સૌથી મોટો કોન્સર્ટ યોજીને રેકોર્ડ બનાવ્યો છે.
એક્સ( ટ્વીટ) પર શેર કર્યો ફોટો
બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લે એ પોતાના એકસ ( twitter) એક ફોટો અપલોડ કરીને લખ્યું છે”હમારા સબ્સે બડા કોન્સર્ટ” આ એક અવિશ્વાસનીય અનુભવ હતો. અમદાવાદને ધન્યવાદ. કાલે મળીશું અને જો તમે ભારતમાં છો, તો ડિઝની પ્લસ હોટ સ્ટાર પર સાંજે 7:00 વાગ્યે 45 મિનિટે જોડાવો. કેટલા દિવસ પહેલા અમદાવાદમાં આ કોન્સર્ટની ટિકિટ હો બ્લેકમાં વેચવા બદલ બે આરોપીને પકડવામા કરવામાં આવ્યા હતા. તેમણે આ કોન્સર્ટની ટીકટો ઓનલાઈન ₹12,500 માં ખરીદી હતી અને તેને 20000 રૂપિયામાં વેચવાની પ્લાનિંગ કરી રહ્યા હતા. જ્યારે પોલીસને તેના વિશે સૂચના મળી ત્યારે ક્રાઈમ બ્રાન્ચે ભક્તિનગર રોડ પર છાપો માર્યો હતો અને બંનેને ચાર ટિકિટ સાથે પકડ્યા હતા.
આ પણ વાંચો:
હવે નહીં આપવી પડે RTOમાં ડ્રાઇવિંગ ટેસ્ટ, ઘરેથી ટેસ્ટ આપી આ રીતે મેળવો લર્નિંગ લાઇસન્સ
Coldplay Ahmedabad માટે મેટ્રોએ રચ્યો ઈતિહાસ, 4 લાખથી વધુ લોકો સ્ટેડિયમ લઈ ગઈ ટ્રેન
Free Jio Coin કમાવવા અને રિડીમ કરવાની સુવર્ણ તક, અહીં જાણો ડિટેલ્સ













