ચીન ની આ મહાન દીવાલ બનાવવા માં કેટલા મજૂર લાગ્યા હશે ?

દુનિયા ની સૌથી લાંબી માનવ નિર્મિત દીવાલ કેટલા કિલોમીટર લાંબી છે

ચીન ના પહેલા  સમ્રાટ કિંન શી હુઆંગ દ્વારા દિવાર નું નિર્માણ કાર્ય શરૂ કરાવ્યું હતું

ત્યાર બાદ કેટલા ક્રમ બદ્ધ રાજવંશજો એ સીમા ની દીવાલ ના હિસ્સા ઓ નું નિર્માણ કરાવેલ

આ દિવાલ પથ્થર અને માટી વડે બનેલ છે.તેનું બાંધકામ અને સમારકામ લગભગ પાંચમી સદી (ઇ.પૂ.) થી લઇ અને ૧૬મી સદી સુધી ચાલેલું,

ઇસા પૂર્વ પાંચમી સદીમાં બંધાયેલ ઘણી દીવાલોને ચીનની વિખ્યાત દીવાલ તરીકે ઓળખવામાં આવે છે,

આ વિખ્યાત દીવાલ પૂર્વમાં શાંહાઇગુઆન (Shanhaiguan) થી પશ્ચિમમાં લોપ નુર  (Lop Nur)સુધી લગભગ ૬૪૦૦ કિ.મી.(૪૦૦૦ માઇલ) સુધી પથરાયેલ છે.

અને દક્ષીણમાં મોંગોલીયા સુધી ફેલાયેલ નાનો ફાંટો સાથે ગણતા લગભગ ૬૭૦૦ કિ.મી. (૪૧૬૦ માઇલ) સુધી ફેલાયેલ છે.

મિંગ વંશના ચરમ સત્તાકાળ દરમિયાન આ દીવાલ પર દશ લાખથી વધુ સૈનિકો તહેનાત રહેતા હતા.

એવું પણ કહેવાય છે કે અંદાજે ૨૦ થી ૩૦ લાખ ચાઇનીઝ લોકો આ દીવાલનાં સદીઓ લાંબા બાંધકામ દરમિયાન માર્યા ગયેલા