Last updated on January 31st, 2025 at 11:09 am
Talim sahay Yojana Gujarat 2025: જે વિદ્યાર્થીઓ, પુરુષો અને મહિલાઓ અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમના માટે સારા સમાચાર છે. સરકાર દ્વારા સહાય કરવા માટે નવી યોજના બહાર પાડવામાં આવેલી છે જેનું નામ છે તાલીમ સહાય યોજના. અને આ યોજના અંતર્ગત બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને વર્ગ 1,2 અને 3 ની રાજ્ય અને કેન્દ્ર સરકારની જુદી જુદી ભરતી પરીક્ષાઓ માટે પસંદ કરવામાં આવેલી સંસ્થામાંથી તાલી મેળવવા માટે રૂપિયા 20,000 અને ચુકવણી ની ફી અને કુલ રકમ બંનેમાંથી જે ઓછું હશે તે સહાય મળશે. તમે કેવી રીતે લાભ લઈ શકો છો તે જાણવા આ લેખ વાંચો.
Talim sahay Yojana Gujarat 2025
આ યોજના હેઠળ તમને કઈ કઈ પરીક્ષાઓ માટે આ આર્થિક સહાય રૂપિયા 20,000 મેળવી શકો છો તો તેમાં બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ જો જીપીએસસી, યુપીએસસી, વર્ગ 1, 2 અને 3 , પંચાયત સેવા પસંદગી મંડળ, ગૌણ સેવા પસંદગી મંડળ, ભારત સરકારના રેલ્વે વિભાગ તેમજ બેંકમાં થતી ભરતી ની પરીક્ષાઓ માટે સંસ્થામાંથી તાલીમ મેળવવા આ યોજના શરૂ કરવામાં આવેલી છે જેમાં તેમને સહાય મળશે.
સહાય મેળવવા શું લાયકાત હોવી જોઈએ ?
રૂપિયા 20,000 સુધીની તાલીમ સહાય મેળવવા માટે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને ધોરણ 12 માં 60 ટકા કે તેથી વધારે ગુણ મેળવેલા હોવા જોઈએ. અને આ વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક 4,50,000 કે તેથી વધારે હોવી જોઈએ નહીં.
તાલીમ સહાય યોજનામાં અરજી કરવા જરૂરી દસ્તાવેજની યાદી
તાલીમ સહાય યોજના ગુજરાત 2025 નો લાભ લેવા અરજી કરવા નીચે મુજબના દસ્તાવેજો ની જરૂર પડશે:
- નિયત નમૂનાનું અરજીપત્રક
- બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર
- બાહેધરી પત્રક
- આધાર કાર્ડ ની નકલ
- બેંક પાસબુક ની નકલ
- આવકનો પુરાવો
- રહેઠાણનો પુરાવો
- શાળા કોલેજમાં પ્રવેશ મેળવ્યા હોય તેનું પ્રમાણપત્ર
- એડમિશન લેટર
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
- દસમા ધોરણની માર્કશીટ ની નકલ
- બારમા ધોરણ અને સ્નાતક ની માર્કશીટ ન નકલ
- ટ્યુશન ક્લાસીસ ની ફી ની વિગત
- કિશન ક્લાસીસ નો રજીસ્ટ્રેશન નંબર
- ફી ભર્યા નો પુરાવો
- કોચિંગ ક્લાસ સમાજ/ટ્રસ્ટ/સંસ્થા ત્રણ વર્ષથી સંચાલિત હોય તો તેનો રજીસ્ટ્રેશન નંબર સાથેનો પુરાવો.
તાલીમ સહાય યોજના ગુજરાત 2025 નો લાભ લેવા અરજી કેવી રીતે કરવી ?
આ લાભ લેવા માટે તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે જેની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા નીચે જણાવેલી છે.
- અરજી કરવા માટે સૌપ્રથમ www.gueedc.gujarat.gov.in વેબસાઈટ પર જાઓ.
- અહીં તમને સ્કીમ ફાઈલ ઓપ્શન મળશે તેના પર ક્લિક કરીને એપ્લાય કરો.
- અહીં તમને ટ્રેનિંગ સ્કીમ ફોર કોમ્પિટીટીવ એક્ઝામ ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.
- હવે તમારે અહીં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જો તમે નવા યુઝર હોય તો new user પર ક્લિક કરીને તમારી માહિતી ભરીને રજીસ્ટ્રેશન કરો.
- તમને અહીં લોગીન આઈડી અને પાસવર્ડ મળશે તેના દ્વારા લોગીન કરો.
- હવે અહીં જરૂરી વિગતવાર માહિતી સારી રીતે ધ્યાનપૂર્વક વાંચીને ભરો.
- અહીં પૂછવામાં આવેલા તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- આરજી કન્ફોર્મ કરો. સબમીટ બટન પર ક્લિક કરો.
- તમને આ અરજીનો કન્ફર્મ નંબર મળશે. જે તમારે નોંધી લેવો.