Samsung Galaxy S25 Edge: samsung કંપની દ્વારા બે દિવસ પહેલા થયેલા Galaxy Unpacked ઇવેન્ટમાં નવી ફ્લેક્સશીપ સિરીઝ લોન્ચ કરી. અને પોતાના આજ સુધીના સૌથી પાતળા ફોન Galaxy S25 Edge ની જલક બતાવવામા આવી. અને તેના કેટલાક ફીચર્સ પણ બહાર આવી ગયા છે.
સેમસંગ ગેલેક્સી S25 એડજ | Samsung Galaxy S25 Edge
samsung એ દક્ષિણ કોરિયાની કંપની છે બે રાત પહેલા પોતાની નવી ગેલેક્સી એસ 25 સિરીઝ લોન્ચ કરી છે. અને આ સીરીઝમાં Galaxy S25,Galaxy S25+ અને Galaxy S25 Ultra આ મોબાઈલ ફોન ને લોન્ચ કરવામાં આવ્યા હતા. અને લોન્ચની ઇવેન્ટ દરમિયાન samsung કંપની દ્વારા પોતાનો નવો મોબાઈલ ફોન પણ બતાવવામાં આવ્યો હતો. જેની રાહ જોવામાં આવી રહી છે. અને આ કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલ અત્યાર સુધીનો સૌથી પાતળો મોબાઈલ ફોન હશે. જેનું નામ છે Samsung Galaxy S25 Edge. તેને આ સિરીઝમાં જ લોન્ચ થવાની સંભાવના હતી પરંતુ હવે તેને પછીથી લોન્ચ કરવામાં આવશે.
samsung ની ઇવેન્ટમાં જોવા મળ્યા ફોનની ઝલક
samsung ની જે ઇવેન્ટ થઈ છે જેમાં એસ સીરીઝના નવા મોબાઈલ ફોન લોન્ચ થયા છે તેમાં આ મોબાઈલ ફોનની ઝલક પણ બતાવવામાં આવી છે જેમાં તેના ડિઝાઇન વિશે થોડીક બાબતો જણાવવામાં આવી. દેખાવમાં આ મોબાઈલ ફોન ઘણો પાતળો જોવા મળ્યો અને તેની ડિઝાઇન પણ Galaxy S25 મોબાઈલ ફોનના સમાન હતી. તેના રિયરમાં બે કેમેરા આપવામાં આવી શકે છે. કંપની દ્વારા આ મોબાઈલ ફોન વિશેની બીજી અન્ય જાણકારી બહાર પાડવામાં આવી નથી. પરંતુ એવું સાંભળવા મળી રહે છે કે આ મોબાઈલ ફોનને વર્ષના બીજા અથવા ત્રીજા મહિનામાં લોન્ચ કરવામાં આવશે.
આ હોઇ શકે પર્ફોર્મન્સ
આ મોબાઈલ ફોન આટલો પાતળો હોવા છતાં કંપની તેના પરફોર્મન્સમાં સમજોતો કરશે નહિ. જે બાબતો લીક થઈ છે તેમાં જણાવ્યા મુજબ આ મોબાઇલ ફોનમાં અલ્ટ્રા-થીન બેજલ્સ ની સાથે 6.7 inch ની ફ્લેટ ડિસ્પ્લે, કાલ કોમનું પાવરફુલ Snapdragon 8 Elite પ્રોસેસર, 2000 એમપી મેન કેમેરા 50 એમપી ટેલીફોટો લેન્સ અને 12 GB RAM મળશે.
Samsung Galaxy S25 Edge આવો હોઇ શકે છે
અત્યાર સુધી જે જાણકારી મળે છે તેના મુજબ, આ ફોનની જાડાઈ કેમેરા મોડ્યુલ વગર 6.4mm રહેશે. જે કેમેરા લાગ્યા પછી તેના બમ્પ સાથે 8.3mm હોઈ શકે છે. અત્યારે માર્કેટમાં જેટલા પણ ફોન છે તેમની કેમેરા વગરની જાડાઈ 8-10 mm હોય છે.Samsung Galaxy S25 Edge ની ડાયમેન્શન 159×76×6.4 mm હોય તેવી સંભાવના છે. જે galaxy S25 Ultra ની ડાયમેન્શન 162.8×77.6×8.2 mm ની સરખામણીમાં ઓછી છે.