RTO New Rules 2025: જો તમે વાહન ચલાવો છો અને તમારે તેનું પ્લાનિંગ લાઇસન્સ કઢાવવું છે. તો તમારે હવે આરટીઓના ધક્કા ખાવાની માથાકૂટ રહેશે નહીં. કેમકે હવે આ પ્રક્રિયા એકદમ સરળ બની ગઈ છે તમે ઘરે બેસીને ફક્ત એક ટેસ્ટ આપી શકો છો અને તેના દ્વારા તમારું લર્નિંગ લાયસન્સ નીકળી જશે. તમે તમારા ઘરે બેસીને કે ઓફિસમાં મોબાઈલ ફોન કે લેપટોપ દ્વારા વેબસાઈટ પર જઈને ફક્ત ઇન્ટરનેટ અને કેમેરાની મદદથી આ ટેસ્ટ આપી શકશો. અને આરટીઓમાં પણ આ ટેસ્ટનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આવતા મહિના ફેબ્રુઆરી 2025 થી રાજ્યની તમામ આરટીઓ માં આ નિયમો લાગુ કરવામાં આવશે. ચાલો જાણીએ તમામ બાબત વિશે.
ઘરે બેઠા આપી શકશો લર્નિંગ લાઇસન્સ ટેસ્ટ
સરકારી નિયમો મુજબ જો તમારે વાહન ચલાવવું છે તો તમારી પાસે તેનું લાઇસન્સ હોવું જરૂરી છે. અને આરટીઓ ઓફિસે જઈને તમે આ લાયસન્સ મેળવતા હતા તેના માટે તમારે ટેસ્ટ આપવાનો રહેતો હતો. પરંતુ હવે તેમાં બદલાવ કરવામાં આવ્યો છે તમે પોતાના ઘરે બેસીને જ આ ટેસ્ટ આપી શકો છો. તમારે હવે આ ટેસ્ટ આવવા આરટીઓ ઓફિસ જવું પડશે નહીં. જ્યાં પણ ઇન્ટરનેટ અને વેબ કેમેરાની સુવિધા મળશે ત્યાં તમે આ ટેસ્ટ આપી શકશો અને તમારું લાઇસન્સ મળી જશે.
ફેબ્રુઆરી 2025 માં આ નવા નિયમો લાગુ પડશે. અત્યારે વાહન ચલાવવા નવું લાયસન્સ કઢાવવા માટે પોલી ટેકનીક અને આઈ.ટી.આઈ માં આ લાયસન્સ કઢાવવાની સુવિધા આપવામાં આવે છે.
ટેસ્ટ આપવાની પ્રક્રિયા
- જે અરજદારે નવું લર્નિંગ લાયસન્સ કઢાવવું છે તો તેની સૌપ્રથમ આરટીઓ પરિવહન પોર્ટલની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું છે.
- આ પરિવહન પોર્ટલ પર તમને બે ઓપ્શન મળશે.
- તમારે ઘરે બેસીને આ ટેસ્ટ આપી છે કે આરટીઓ ઓફિસ પર જઈને આ ટેસ્ટ આપી છે ? બંનેમાંથી જે કરવું હોય તેના ઓપ્શન પર ક્લિક કરવાનું છે. તેના પછી ટોકન મળશે.
ટેસ્ટમાં કેવી રીતે પાસ કરવામાં આવશે ?
હવે લર્નિંગ લાયસન્સ માટે જે ટેસ્ટ આપવામાં આવે છે તે ટેસ્ટ એટલે કે પરિચય એકદમ સરળ કરી દેવામાં આવી છે. તમને પરીક્ષામાં જે પ્રશ્નો પૂછવામાં આવે છે તેમાં 15 માંથી તમારે કુલ 9 પ્રશ્નો સાચા પડશે તો તમને લર્નિંગ લાઇસન્સ ઈશ્યું મળી જશે. પહેલા 15 માંથી 11 પ્રશ્નો ના જવાબ સાચા આપતા તમને આ લાયસન્સ મળતું હતું પરંતુ તેમાં બદલાવ થયો છે.
તા. 1/7/2024 બંદર અને વાહન વ્યવહાર વિભાગના પત્રથી મેળવવામાં આવેલ અનુમોદન આધારે કેન્દ્રીય મોટર વાહન નિયમ 1989 નિયમ -11(4) અનુસાર, હવે તે લર્નિંગ લાયસન્સ ના ટેસ્ટમાં 15 માંથી 9 પ્રશ્નો ના જવાબ સાચા મળશે તો લર્નિંગ લાયસન્સ ઇશ્યું કરી દેવામાં આવશે.
ફેબ્રુઆરીમાં ગુજરાતમાં થશે લાગુ
અત્યારે આ ઘરે બેઠા ટેસ્ટ આપીને લર્નિંગ લાયસન્સ મેળવવાની સિસ્ટમ મહારાષ્ટ્રમાં ઉપલબ્ધ છે. ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનાથી આ સિસ્ટમ અમલમાં આવશે. આરટીઓના અધિકારીઓના જણાવ્યા મુજબ, પાછળના લાંબા સમયથી આ માટેની પ્રક્રિયાઓ ચાલી રહી છે. અને હવે આવનારા નવા મોટર વ્હીકલમાં પણ લર્નિંગ લાયસન્સ કચેરીએ ગયા વિના ટેસ્ટ આપીને મેળવી શકાય તેવી સુવિધા કરાવવાની જોગવાઈ કરવામાં આવી છે.
આ પણ વાંચો:
ગુજરાતી પ્રતિભાઓએ વધાર્યું ગુજરાતનું ગૌરવ, મળ્યા Padma Awards