WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાત સરકારે RTE લાભાર્થીઓ માટે આવક મર્યાદા વધારી, જાણો હવે કોને મળશે યોજનાનો લાભ 

RTE

RTE Gujrat New Rule:  શિક્ષણ અધિકાર અધિનિયમ (RTE Act-2009) હેઠળ ખાનગી શાળાઓમાં આર્થિક રીતે નબળા બાળકો માટે અનામત બેઠકો પર પ્રવેશ માટેના નિયમો અંગે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે શિક્ષણ અધિકાર કાયદા હેઠળ પ્રવેશ માટે શહેરી અને ગ્રામીણ વિસ્તારોના લાભાર્થીઓ માટે આવક મર્યાદા વધારીને વાર્ષિક 6 લાખ રૂપિયા કરી છે. આ માહિતી શનિવારે સરકારે આપી હતી.

કોને મળશે RTE યોજનાનો લાભ 

આવક સ્લેબમાં ફેરફાર સાથે, 1 જૂનના રોજ છ વર્ષની ઉંમર પૂર્ણ કરનારા નબળા અને વંચિત જૂથોના પાત્ર બાળકોના પ્રવેશ માટે RTE પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની તારીખ 16 માર્ચથી લંબાવીને 15 એપ્રિલ કરવામાં આવી છે. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ શનિવારે આ સત્તાવાર જાહેરાત કરી. સ્કૂલ મેનેજમેન્ટ બોર્ડે થોડા દિવસો પહેલા આ સંદર્ભમાં શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો હતો.

અરજી નામંજૂર થઈ છે તેઓ પણ ભરી શકશે ફોર્મ 

શિક્ષણ રાજ્યમંત્રી પાનાશેરિયાએ જણાવ્યું હતું કે RTEમાં પ્રવેશ માટે આવક મર્યાદા અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં વાર્ષિક 6 લાખ રૂપિયાની આવક ધરાવતા લોકો RTE હેઠળ ખાનગી શાળાઓમાં અનામત બેઠકો પર તેમના બાળકોને પ્રવેશ અપાવી શકશે. ગ્રામીણ વિસ્તારોમાં 1.20 લાખ રૂપિયા અને શહેરી વિસ્તારોમાં 1.50 લાખ રૂપિયાની આવક મર્યાદાને કારણે જે બાળકોના ફોર્મ નકારવામાં આવ્યા છે તેઓ નવેસરથી ફોર્મ ભરી શકશે. આ માટે તારીખ આવતા મહિનાની 15 એપ્રિલ સુધી લંબાવવામાં આવેલ છે.

RTE ઓનલાઈન અરજી વિન્ડો ફરીથી ખુલી

ઓનલાઈન અરજી વિન્ડો ફરીથી ખુલી છે. આ નિર્ણયના પગલે વધુને વધુ લોકો RTE નો લાભ લઈ શકશે.  આવક મર્યાદામાં ન આવવાને કારણે જેમણે અરજી કરી નથી તેઓ પણ અરજી કરવાના પાત્ર છે. આ નિર્ણય અંગે ડીઈઓને પણ સૂચના આપવામાં આવેલ છે. RTE નિયમો હેઠળ 16 એપ્રિલ સુધી જિલ્લા સ્તરે અરજીઓ મંજૂર કરવામાં આવશે. અધૂરા પ્રમાણપત્રોને કારણે જે અરજીઓ સ્વીકારવામાં આવતી નથી, તેના સંદર્ભમાં, પરિવારના સભ્યોને પ્રમાણપત્રો પૂર્ણ કરવા માટે 23 એપ્રિલ સુધીનો સમય આપવામાં આવશે. 24 એપ્રિલે ફોર્મ વેરિફિકેશન થયા બાદ 28 એપ્રિલે પ્રથમ તબક્કાના વિદ્યાર્થીઓને RTE હેઠળ પ્રવેશ ફાળવવામાં આવશે.

રાજ્યમાં RTE હેઠળ 93 હજાર બેઠકો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાત સરકારે વર્ષ 2025-26 માં RTE નિયમો હેઠળ ખાનગી શાળાઓમાં 93527 બેઠકોની સત્તાવાર જાહેરાત કરી છે. આ બેઠકો પર પ્રવેશ આપવામાં આવશે. અમદાવાદ શહેરમાં 14778 બેઠકો છે, અમદાવાદ ગ્રામ્યમાં 2262 બેઠકો છે, વડોદરા શહેરમાં 4846 બેઠકો છે, વડોદરા ગ્રામ્યમાં 1606 બેઠકો છે, રાજકોટ શહેરમાં 4445 બેઠકો છે, રાજકોટ ગ્રામ્યમાં 2187 બેઠકો છે. સુરત શહેરમાં 15239 બેઠકો, સુરત ગ્રામ્યમાં 3913 બેઠકો છે.