Last updated on January 22nd, 2025 at 04:26 pm
RRB Group D Requirement 2025: નમસ્કાર મિત્રો તમને જણાવી દઈએ કે RRB એ ગ્રુપ ડી ના પદો માટે નવી ભરતી ની નોટિફિકેશન જાહેર કરી છે. એવા ઉમેદવારો કે જેઓ આ ભરતી માટે માંગવામાં આવેલા તમામ પાત્રતા માપદંડોને પૂરા કરે છે તેઓ 23 જાન્યુઆરી 2025 થી પોતાનું અરજી ફોર્મ જમા કરાવી શકે છે. જણાવી દઈએ કે રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા આ ભરતી દ્વારા લગભગ 32000 થી વધારે ખાલી જગ્યાઓ પર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે અને તેમને નોકરી આપવામાં આવશે.
અમે તમને જણાવી દઈએ કે આ ભરતીના માધ્યમ દ્વારા ઉમેદવારો પાસે ઘણા બધા પદો પર અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે જો તમારે આ ભરતીમાં ભાગ લેવો હોય અને નોકરી મેળવવી હોય તો તમે આરઆરબી ની ઓફિસિયલ વેબસાઈટ પર જઈને અરજી કરી શકો છો. આજના આ લેખ દ્વારા અમે તમને આ ભરતી માટે જરૂરી પાત્રતા ધામમાં પ્રધાનમંત્રી અરજી ફી પસંદગી પ્રક્રિયા અરજી પ્રક્રિયા વગેરે વિશેની માહિતી આપીશું.
આરઆરબી ગ્રુપ ડી ભરતી 2025 | RRB Group D Requirement 2025
રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ ગ્રુપ ડી હેઠળ જુદા જુદા કુલ મળીને 32,438 ખાલી જગ્યાઓ પર ભરતીનું આયોજન છે. અને તમને મહત્વપૂર્ણ બાબત જણાવી દઈએ કે આ ભણતી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા 23 જાન્યુઆરી 2025 થી શરૂ થશે. અને તેમાં અરજી કરવાની છેલ્લી તારીખ 22 ફેબ્રુઆરી 2025 રાખવામાં આવેલી છે.
આ ભરતીમાં જુદા જુદા વિભાગમાં જુદા જુદા પદો માટે ભરતી નું આયોજન છે. અને આ ભરતીમાં પદોની વાત કરીએ તો તેમાં આરઆરબી ટ્રાફિક,એન્જિનિયરિંગ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, એસ એન ટી વગેરે વિભાગોમાં ઉમેદવારોને નોકરી આપવામાં આવશે.
આરઆરબી ગ્રુપ ડી ભરતી માટે વય મર્યાદા
જો તમે આ ભરતીમાં અરજી કરવા માંગો છો તો તમારે દરેક બાબતની જાણ હોવી જરૂરી છે જેમ કે તેમાં વય મર્યાદા કેટલી છે. કેમ કે તમે જો આ પાત્રમાં પણ દંડ પૂર્ણ કરું છું તો જ તેમાં અરજી કરી શકો છો. જે નીચે મુજબ છે:
આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 26 વર્ષ રાખવામાં આવેલી છે. અને તેની સાથે સરકારના નિયમો મુજબ આરક્ષિત વર્ગના ઉમેદવારોને ઉંમર મર્યાદામાં છૂટ આપવામાં આવશે. અને અરજી કરનાર તમામ ઉમેદવારના ઉંમરની ગણતરી એક જુલાઈ 2025 ના આધારે ગણવામાં આવશે.
આરઆરબી ગ્રુપ ડી ભરતી અરજી ફી
આ ભરતી માટે ઉમેદવારોએ પોતાની કેટેગરી મુજબ અરજી ફીની ચૂકવણી કરવાની રહેશે.
- સામાન્ય વર્ગ અને ઓબીસી વર્ગના ઉમેદવારો માટે અરજી ફી રૂપિયા 500 રાખવામાં આવેલી છે. પરંતુ સીબીટી પરીક્ષામાં હાજર રહ્યા પછી તેમને ₹400 પાછા આપવામાં આવશે.
- અને એસસી, એસ.ટી, ટ્રાન્સજેન્ડર અને મહિલા ઉમેદવારોની આ ભરતીમાં અરજી ફી ₹250 રાખવામાં આવેલી છે. અને આ ઉમેદવારોની cbc પરીક્ષામાં હાજર રહ્યા પછી આ પૈસા પાછા આપી દેવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત
આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ તેની માહિતી નીચે આપેલી છે:
- આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારે 10મુ ધોરણ પાસ કરેલું હોવું જોઈએ.
- ઉમેદવાર પાસે નેશનલ એપ્રેન્ટીસશિપનું સર્ટીફીકટ હોવુ જરૂરી છે.
- શૈક્ષણિક લાયકાતની વધારે માહિતી તમે ભરતી માટેની આરઆરબી ની સત્તાવાર વેબસાઈટ પરથી મેળવી શકો છો.
આરઆરબી ગ્રુપ ડી ભરતી માટેની પસંદગી પ્રક્રિયા
જ્યારે તમામ ઉમેદવારો આ ભરતીમાં અરજી કરે છે ત્યારબાદ આ તમામ ઉમેદવારોની સીબીટી પરીક્ષા આપવાની રહેશે. અને જણાવી દઈએ કે આ પરીક્ષા એ કમ્પ્યુટર આધારિત છે. અને જે ઉમેદવારો આ પરીક્ષામાં પાસ થશે તેમને તેના પછી શારીરિક કસોટી ની પરીક્ષા માટે બોલાવવામાં આવશે. ફિઝિકલ એક્ઝામિનેશન થઈ ગયા પછી તે પાસ કરેલ ઉમેદવારોને મેડિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે . અને છેલ્લે તેમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે. અને આ તમામ પરીક્ષામાં પાસ થઈ ગયા પછી છેલ્લે તેમનું ફાઇનલ મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવશે.
આરઆરબી ગ્રુપ ડી ભરતી 2025 મા અરજી કેવી રીતે કરવી ?
જો આરઆરબી ગ્રુપ ડી ભરતીમાં ઓનલાઇન અરજી ની પ્રક્રિયા રાખવામાં આવે તો તમે સરળતાથી નીચે જણાવેલા પગલા ભરીને અરજી કરી શકો છો:
- આ ભરતીમાં અરજી કરવા માટે સૌપ્રથમ તમારે આરઆરબી ગ્રુપ ડી સત્તાવાર વેબસાઈટ પર જવાનું છે.
- હવે તમને અહીં હોમ પેજ પર Apply નો વિકલ્પ મળશે અથવા તો તેની લીંક મળશે તેના પર ક્લિક કરો.
- હવે તમારી સામે આ ભરતી નું અરજી ફોર્મ આવશે તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
- હવે તમારી પાસે જે પણ દસ્તાવેજો માંગવામાં આવ્યા છે તેમની સ્કેન કરો અને અહીં અપલોડ કરો.
- તેના પછી તમારે પોતાના વર્ગ પ્રમાણે અરજી ફીની ઓનલાઇન ચુકવણી કરવાની છે.
- આ તમામ પ્રક્રિયા થઈ ગયા પછી છેલ્લે તમારે સબમીટ બટન પર ક્લિક કરી આ એપ્લિકેશન ફોર્મ જમા કરો.
મિત્રો આશા રાખીએ છીએ કે માહિતી પસંદ આવી હશે, apply કરતાં પહેલા RRB ની official વેબસાઇટ તપાસો અને આવી જ નવીનતમ ભરતીની માહિતી માટે vtv gujarati ની મુલાકાત લેતા રહો.













