Realme 14 pro 5g અને Realme 14 pro plus 5g એ મોબાઈલ સેગમેન્ટમાં જોરદાર એન્ટ્રી મારી છે. આ ફોન એ રંગ બદલવામાં જોરદાર છે. Realme 14 pro સિરીઝ 5g ને ભારતીય બજારમાં ગ્રાહકો માટે લોન્ચ કરી દેવામાં આવેલ છે. અને આ સિરીઝમાં બે નવા રીયલમી મોબાઇલની લોન્ચ કરવામાં આવેલ છે. તો ચાલો જાણીએ કે આ મોબાઈલમાં કયા ફીચર્સ છે અને તેને ખરીદવા માટે તમારે કેટલા પૈસા ખર્ચ કરવા પડશે એટલે કે તેની કિંમત શું છે ?
Realme 14 Pro Series 5G ને ભારતમા લોન્ચ કરી.
Realme 14 pro સિરીઝ 5g ને કંપની દ્વારા મીડ રેન્જ સેગમેંન્ટમા લોન્ચ કરવામાં આવેલ છે. અને આ સિરીઝમાં Realme 14 pro અને Realme 14 plus ને ઘણા બધા શાનદાર ફીચર્સ સાથે લાવવામાં આવેલ છે. અને તેની ખાસિયતની વાત કરીએ તો realme 14 pro plus 5g દુનિયાનો એવો પહેલો ફોન છે જે કોલ્ડ સેન્સેટિવ કલર ચેન્જિંગ ડિઝાઇન સાથે લોન્ચ કરવામાં આવેલ છે. અને એનો અર્થ એવો થાય છે કે જો ટેમ્પરેચર 16 ડિગ્રી થી ઓછુ થાય તો તેનો રંગ બદલાઈ જાય છે.
Realme 14 Pro 5G સ્પેસિફિકેશન
ડિસ્પ્લે- આ મોબાઈલ ફોનમાં 6.77 ઇંચના એમોલેડ ડિસ્પ્લે આપેલ છે. જે 120 hz રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે. આ મોબાઈલ ફોન ક્વાડ કરવા ડિસ્પ્લે અને 4500 નીટ્સ પીક બ્રાઇટનેસ ની સાથે લાવવામાં આવેલ છે.
ડિઝાઇન– મળેલી માહિતી મુજબ Realme 14 Pro 5G મોબાઈલ ફોન IP66+IP68+IP69 સર્ટિફાઇડ હશે. મિલિટરી ગ્રેડ શૉક રજીસ્ટેન્સ અને TuV Rheinland ડ્યુરેબિલિટી સર્ટિફિકેશન પણ હશે. અને આની બનાવટને પર્લ ડિઝાઇન કહેવામાં આવે છે જે ઠંડા તાપમાનમાં કલર બદલે છે.
પ્રોસેસર– સ્પીડ અને મલ્ટીપ્લસ કિંગ માટે Realme 14 pro મા મીડિયાટેક ડાઈમેંસિટી 7300 એનર્જી પ્રોસેસર નો ઉપયોગ કરવામાં આવેલ છે.
બેટરીની ક્ષમતા– 45 વોટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આ મોબાઈલ ફોનમાં 6000 એમએચ ની દમદાર બેટરી આપવામાં આવેલ છે.
કેમેરા સેટઅપ- આ મોબાઈલ ફોનના પાછળના ભાગમાં 50 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા સેન્સર આપવામાં આવે છે અને તેના ફ્રન્ટમા 16 મેગાપીક્સલિયર સેલ્ફી કેમેરા આપવામાં આવેલ છે.
શું છે Realme 14 Pro 5G ફોનની કિંમત ?
આ realme ફોન ના બે વેરીએન્ટ છે. 8 GB/ 128 GB અને 8GB/256 GB. જેમાં 128 gb વાળા ફોનની કિંમત 24,999 રૂપિયા અને 256 જીબી વાળા વેરીએન્ટની કિંમત 26,999 રૂપિયા છે. બેંક કાર્ડ દ્વારા પેમેન્ટ કરો તો ₹ 2,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. અને આ મોબાઈલ ફોન એ 23 જાન્યુઆરી 2024 ના રોજ વેચાવાનું શરૂ થશે.