Maha Kumbh Stampede: મહાકુંભમાં સવારે 1-2 વાગ્યાની વચ્ચે થયેલી નાસભાગમાં 30 લોકોના મોત થયા છે. 25 લોકોની ઓળખ કરવામાં આવી છે અને બાકીના 5 લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. મહાકુંભ મેળાના ડીઆઈજી વૈભવ કૃષ્ણાએ પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી.
Maha Kumbh Stampede વિશે શું કહ્યું વૈભવ કૃષ્ણે
મહાકુંભના ડીઆઈજી વૈભવ કૃષ્ણાએ જણાવ્યું કે બ્રહ્મ મુહૂર્ત પહેલા રાત્રે 1 થી 2ની વચ્ચે અખાડા રોડ પર ભારે ભીડ એકઠી થઈ હતી. આ ભીડને કારણે બીજી તરફની બેરિકેડિંગ તૂટી ગઈ હતી અને ભીડ દર્શનની રાહ જોઈ રહેલા ભક્તો પર કૂદી પડી હતી. બીજી તરફ બ્રહ્મ મુહૂર્તમાં પવિત્ર સ્નાન દરમિયાન 90 જેટલા લોકોને એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ કમનસીબે આ 30માંથી 25 ભક્તોની ઓળખ થઈ ગઈ છે અને બાકીનાની ઓળખ થઈ શકી નથી.
કયા રાજ્યમાંથી કેટલા ભક્તો
વૈભવ કૃષ્ણાએ વધુમાં જણાવ્યું કે, તેમાં કર્ણાટકના 4, આસામના 1 અને ગુજરાતના 1 લોકોનો સમાવેશ થાય છે. સ્થાનિક મેડિકલ કોલેજમાં 36 લોકોની સારવાર ચાલી રહી છે, હાલમાં સ્થિતિ સામાન્ય છે. ભક્તોની સુવિધાને ધ્યાનમાં રાખીને સીએમ યોગી આદિત્યનાથે વિનંતી કરી છે કે તમામ મહામંડલેશ્વરો, સંતો, અખાડાઓ થોડા વિલંબથી પવિત્ર સ્નાન કરે. અખાડાઓનું અમૃત સ્નાન સલામત રીતે પૂર્ણ થયું છે.
સીએમ યોગીએ જતાવ્યો અફસોસ
મહાકુંભમાં (Maha Kumbh Stampede) થયેલી નાસભાગ અંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કહે છે, “મૌની અમાવસ્યા પર પવિત્ર સ્નાન કરવા માટે ગઈકાલે સાંજે 7 વાગ્યાથી મોટી સંખ્યામાં ભક્તો પ્રયાગરાજમાં એકઠા થયા હતા. અખાડા માર્ગ પર એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની જેમાં 90 થી વધુ લોકો ઘાયલ થયા અને 30 લોકોના મોત થયા. પ્રયાગરાજમાં 36 લોકોની સારવાર ચાલી રહી છે. “આ ઘટના ટોળાએ અખાડા માર્ગના બેરિકેડિંગને તોડવાના કારણે બની હતી.”
Maha Kumbh Stampede ઘટના હૃદયદ્રાવક

Maha Kumbh Stampede અંગે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ કહે છે, “આ ઘટના હૃદયદ્રાવક છે. અમે તેમના પ્રિયજનોને ગુમાવનારા તમામ પરિવારો પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. અમે ગત રાત્રિથી સતત વહીવટીતંત્રના સંપર્કમાં છીએ. ફેર ઓથોરિટી, પોલીસ, એડમિનિસ્ટ્રેશન, એનડીઆરએફ, એસડીઆરએફ અને અન્ય તમામ વ્યવસ્થાઓ ત્યાં તૈનાત કરવામાં આવી છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સાથે સંતોએ પણ ભક્તોને અપીલ કરી છે. સ્વામી રામભદ્રાચાર્યએ ભક્તોને અપીલ કરી છે કે તેઓ જ્યાં પણ હોય નજીકના ઘાટ પર સ્નાન કરે. શિબિર છોડશો નહીં. તમારી પોતાની અને એકબીજાની સુરક્ષાનું ધ્યાન રાખો. આ સાથે યુપીના મુખ્યમંત્રીએ અખાડાઓ અને ભક્તોને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરેલ છે.
અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્ર પુરીની અપીલ
અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્ર પુરીએ કહ્યું કે હાલ પ્રયાગરાજમાં 12 કરોડથી વધુ ભક્તો છે. આટલી મોટી ભીડને નિયંત્રિત કરવી મુશ્કેલ છે. અમારી સાથે સંતોની ભીડ છે. ભક્તોની સલામતી સૌથી મહત્વની છે. તે જ સમયે યોગ ગુરુ બાબા રામદેવે કહ્યું કે કરોડો ભક્તોની ભીડને જોતા અમે પ્રતિકાત્મક સ્નાન કર્યું છે. સમગ્ર દેશ અને વિશ્વના કલ્યાણની કામના. લોકોને અનુશાસનનું પાલન કરવા અને કાળજીપૂર્વક સ્નાન કરવા અપીલ છે.
આ પણ વાંચો:
હવે નહીં આપવી પડે RTOમાં ડ્રાઇવિંગ ટેસ્ટ, ઘરેથી ટેસ્ટ આપી આ રીતે મેળવો લર્નિંગ લાઇસન્સ
મહિલાઓ માટે પોસ્ટ ઓફિસની સુપરહિટ સ્કીમ, બે વર્ષમાં બની જશે ધનવાન