WhatsApp Group Join Now
Telegram Group Join Now

Kutch bhunga house: કચ્છી ભૂંગા એ મકાનો જે ભયાનક ભૂકંપમાં પણ ટકી જાય એ કેવી રીતે બને છે

Kutch bhunga house

ભૂંગાનો 200 વર્ષ જૂનો ઇતિહાસ

Kutch bhunga house: ધોળાવીરામાં હડપ્પીય સંસ્કૃતિના અવશેષોમાં પણ ગોળ આકારના મકાનો ના નિશાન છે જે ઇસવીસન પૂર્વે 1300 ની આસપાસ બંધાયેલા હોવાનું મનાય છે પરંતુ આધુનિક ફુંગા છેલ્લા 200 વર્ષથી અસ્તિત્વમાં આવ્યા છે

Kutch bhunga house

1819 માં કચ્છ માં જોરદાર ભૂકંપ આવેલો અને સેકડો મકાનો પડી ભાંગ્યા હતા. જેથી કચ્છ અને હાલમાં પાકિસ્તાનમાં રહેલ સિંધ પ્રાંતથી આપણે ઓળખીએ છીએ હવે સિંધ પ્રાંતના કડિયા ભેગા થયા અને એવું નુકસાન આગળ ભવિષ્યમાં નિવારી શકાય તે માટે કેવા મકાનો બનાવવા તેના વિશે મંથન કર્યું. અંતે તેઓ ગોળ આકારના ભૂંગા હુકમ સામે ટકી શકશે તેવા તારણ પર આવ્યા અને ત્યારથી ભૂંગા નું ચલણ વધ્યું તેમ મનાય છે

ભૂંગા ભૂકંપ સામે કેવી રીતે ટકી રહે છે

Kutch bhunga house

ભૂંગા નો ગોળ આકાર અને હલકી છત ભૂકંપની તાકાત ને સહન કરી જાય છે

ચોરસ મકાનમાં પૃથ્વીના વાતાવરણના દબાણ અને ગુરુત્વાકર્ષણના કારણે વજન મકાનની છત પર હોય છે તે ચાર દીવાલો માટે જમીન પર ઉતરે છે

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ચારે ભૂકંપ આવે ત્યારે તેની તાકાત મકાનની ચારમાંથી કોઈ એક દિવાલ સાથે અથડાય છે તેવા સંજોગોમાં પાકા ચોરસ મકાનની છત ભીમ કોલમ બની જાય છે અને ભૂકંપ જે દિશામાંથી આવ્યો હોય તેની સામેની તરફની દીવાલને ધક્કો મારે છે હાથી મકાન પડી જાય છે

Kutch bhunga house

એક ભૂંગો કેટલો મોટો હોય છે

Kutch bhunga house

ભૂંગો તૈયાર કરતા બે મહિના કરતાં વધારે સમય લાગે છે

ભૂંગા ની દિવાલની ઉંચાઈ નવ ફૂટ જેટલી હોય છે

ભૂંગા ની દિવાલની પહોળાઈ એક ફૂટ હોય છે

ભુંગા નો વ્યાસ 18 ફૂટ હોય છે

છતની શંકુની ઊંચાઈ 17 ફૂટ જેટલી ઊંચી હોય છે

ભૂંગો બનાવવાની પ્રક્રિયા

Kutch bhunga house

સારી ચીકણી માટી ખોદી લાવી તેમાં ગધેડા કે ઘોડાની લાદ ભેંસ કે ગાયનું છાણ મિશ્રિત કરી એક 8 થી 10 ફૂટ ઊંડો ખાડો ખોદી તેમાં રાખવામાં આવે છે

આ મિશ્રણમાં પાણી ભેળવી 20 દિવસ સુધી પલાળવામાં આવે છે

પછી તે માટીની ઈંટો બનાવી તેને સુકવી અને તેનાથી ચણતર કરવામાં આવે છે અને પછી દિવાલ પર માટીનું લીપણ કરવામાં આવે છે

દિવાલ ચણાઈ ગયા પછી તેના પર એક આડી ( જે મોભારા નું કામ કરેછે ) મૂકી તે આડી ના આધારે વાંસ કે નીલગીરી ની વળિયોથી શંકુ આકારની છતનું માળખું બનાવવામાં આવે છે

આ ખપેડા ઉપર ડાભ ( એક પ્રકારનું મોટું ઘાસ ) જેવું સ્થાનિક વાંસ કે ડાંગરનું પરાગ દોરડી વડે બાંધી છતને મઢી લેવામાં આવે છે

ભૂંગા ના અન્ય ભાગ

Kutch bhunga house

આ પણ વાંચો: વિજ્ઞાને પણ સ્વીકાર્યું, ૪ કરોડ વર્ષ પહેલા ગુજરાતમાં આ જગ્યાએ મૌજુદ હતો સાંપોનો રાજા Vasuki, મળ્યા દુનિયાના સૌથી મોટાં સાંપના અવશેષો

પેઢી: ઊંઘાના બારણા પાછળ નળિયાવાળું એક છાપરું પેઢી કહેવાય છે તે ઘરની બહાર બેસી કામ કરવાની જગ્યા છે

ઓટાંગ: ઘણી બાજુમાં આવેલું નળીયા વાળું મકાન જે મહેમાનો માટે ગેસ્ટ રૂમ જેવું હોય છે

ગજેબો: છનોડીયા તરીકે ઓળખાતું દિવાલ વગરનું છત્રી આકારનું છાપરું

રાંધણીયુ: એટલે કે રસોડું

નાયણી: સ્નાના ઘર પણ કહેવાય અથવા બાથરૂમ પણ કહેવાય

Kutch bhunga house ની ખાસિયતો.

Kutch bhunga house

છત ઘાસની અને દિવાલ માટીની હોવાથી ગરમીમાં ઠંડુ અને ઠંડીમાં ગરમ રહે છે

માખી મચ્છર કે કીડા થતા નથી

ભૂંગા માં વપરાતા મટીરીયલ કચ્છના અમુક વિસ્તારોમાં સ્થાનિક સ્તરે સસ્તા ભાવે કે મફત મળી રહેવાથી નો કોસ્ટ હાઉસિંગ કહી શકાય

ભૂકંપ જેવી કુદરતી આપત્તિ સામે રક્ષણ આપે છે