Jeff Bezos – Lauren Sanchez’s wedding : એમેઝોનના માલિક જેફ બેઝોસના લગ્નમાં પાણીની જેમ પૈસા ખર્ચાઈ રહ્યા છે. આ લગ્નને સદીના સૌથી મોંઘા અને ભવ્ય લગ્ન કહેવામાં આવી રહ્યા છે.
એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ અને અમેરિકન લેખિકા લોરેન વેન્ડી સાંચેઝના લગ્ન, જે 2025 ના ઉનાળામાં ઇટાલીના વેનિસમાં યોજાવાના છે. પેજ સિક્સ દ્વારા અહેવાલ મુજબ, તેને “સદીના લગ્ન” તરીકે ઓળખવામાં આવી રહી છે.
એમેઝોનના સ્થાપક અને વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ Jeff Bezos બીજી વાર લગ્ન કરી રહ્યા છે. તેમના લગ્ન બેઝોસના $500 મિલિયનના મેગા યાટ કુરુ પર થશે. કુરુ યાટ 415 ફૂટ લાંબી છે અને તે વિશ્વની સૌથી મોટી ખાનગી યાટ્સમાંની એક છે. તેમાં 9 કેબિન છે, જેમાં લગભગ 18 VIP મહેમાનો સમાવી શકાય છે. અહેવાલો અનુસાર, બેઝોસ અને સાંચેઝની સગાઈ મે 2023 માં થઈ હતી. જેફ બેઝોસે (Jeff Bezos – Lauren Sanchez’s wedding ) 2019 માં તેમના 25 વર્ષના લગ્નજીવનનો અંત લાવ્યો હતો. 25 વર્ષના સાથે રહ્યા પછી તેમણે મેકેન્ઝી સ્કોટને છૂટાછેડા આપી દીધા હતા. બીજી બાજુ, સાંચેઝ પણ છૂટાછેડા લીધેલ છે.
Jeff Bezos – Lauren Sanchez’s wedding વિશે
અહેવાલો અનુસાર, Jeff Bezos અને સાંચેઝ (Jeff Bezos – Lauren Sanchez’s wedding) ફક્ત તેમની યાટને સમારોહનો ભાગ બનાવશે. વેનિસના કડક નિયમો અનુસાર, આટલી મોટી યાટ શહેરના મુખ્ય ભાગમાં લાવી શકાતી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે વેનિસની ઐતિહાસિક નહેરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, તેને આર્સેનલ વિસ્તારમાં લંગર કરવી પડશે, જે વેનિસની નહેરો જેટલી સુંદર નથી, તેથી આ કરવામાં આવી રહ્યું છે. જેફ બેઝોસના આ ભવ્ય કાર્યક્રમ માટે મહેમાનોને કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન જોઈએ. તેથી, તેમની મુસાફરીને સરળ બનાવવા માટે, એક સંપૂર્ણ વોટર ટેક્સી કાફલો ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ આરામથી મુસાફરી કરી શકે. આ સાથે, વેનિસની હોટલ ગ્રિટી પેલેસ અને અમન વેનિસ 26 જૂનથી 29 જૂન સુધી બુક કરવામાં આવી છે. આ હોટલમાં એક રૂમની શરૂઆતની કિંમત $3,200 પ્રતિ રાત્રિ છે.
રૂમની કિંમત $3,200 પ્રતિ રાત્રિ
ડેઇલી મેઇલના અહેવાલ મુજબ, વેનિસની શ્રેષ્ઠ હોટલો, ગ્રિટી પેલેસ અને અમન વેનિસ, 26 જૂનથી 29 જૂન સુધી સંપૂર્ણપણે બુક થઈ ગઈ છે. રૂમની કિંમત $3,200 પ્રતિ રાત્રિથી શરૂ થાય છે અને મહેમાનોને કેટલી વૈભવીની જરૂર છે તેના આધારે તે રકમ દસ ગણી સુધી વધે છે.
યાટનો ભાવ
આ યાટની બાહ્ય ડિઝાઇન એકદમ ક્લાસિક છે, જેમાં લાકડા અને સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેની કિંમત લગભગ 500 મિલિયન ડોલર એટલે કે આશરે 4,000 કરોડ રૂપિયા છે. જેફ બેઝોસની લક્ઝરી સુપરયાટ કોરુમાં અનેક ડેક છે, જેમાં સન ડેક, ડાઇનિંગ એરિયા અને લાઉન્જનો સમાવેશ થાય છે. તેમાં એક મોટો સ્વિમિંગ પૂલ, લક્ઝરી જીમ અને સ્પા પણ છે. આ ઉપરાંત, યાટમાં હેલિકોપ્ટર લેન્ડિંગ પેડ પણ છે, જેથી જેફ બેઝોસ અને તેમના મહેમાનો સરળતાથી હવાઈ મુસાફરી કરી શકે.
આ પણ વાંચો: Kutch bhunga house: કચ્છી ભૂંગા એ મકાનો જે ભયાનક ભૂકંપમાં પણ ટકી જાય એ કેવી રીતે બને છે
26 જૂને લગ્ન, ટ્રમ્પ પણ આપી શકે છે હાજરી
બેઝોસ અને તેમની મંગેતર લોરેન સાંચેઝ 26 જૂનના રોજ એક ભવ્ય લગ્ન સમારોહમાં લગ્ન કરશે. આ લગ્નમાં હોલીવુડની ઘણી હસ્તીઓ અને અગ્રણી રાજકારણીઓ પણ હાજરી આપશે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, કિમ કાર્દાશિયન, લિયોનાર્ડો ડી કેપ્રિયો અને બિલ ગેટ્સ જેવા મોટા નામો પણ લગ્નમાં હાજરી આપે તેવી અપેક્ષા છે.