Flag Hoisting: જામનગર જિલ્લા ના ફલ્લા ગામ માં આવેલી આ શાળા માત્ર વિધ્યાર્થીઑ ને જ નહીં,પણ પણ સમગ્ર ગામના લોકોમાં દેશભક્તિ માટે પ્રેરિત કરવાનું કાર્ય કરી રહી છે. આ શાળા રાજકોટ વાડીનાર માર્ગ પર આવેલી શ્રી ફલ્લા તાલુકા શાળા છે. અહી પ્રથમ ધોરણ થી લઈ સાતમા ધોરણ સુધી શિક્ષણ આપવા માં આવે છે.
આ વિચાર કેવી રીતે આવ્યો?
વર્ષ 2020 માં જ્યારે ફલ્લા ગામના પૂર્વ સરપંચ રિલાયન્સ ફેક્ટરી પાસે થી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમણે ત્યાં રાષ્ટ્રીયધ્વજ લેહરાતો જોયો.ત્યારે તેજ ક્ષણે તેમણે વિચાર્યું કે આપણા ગામ માં પણ દરરોજ રાષ્ટ્રીયધ્વજ ફરકાવ વો જોઈએ આ વિચાર ને હકીકત બનાવતા તેમણે પણ ફલ્લા તાલુકા શાળા માં દરરોજ રાષ્ટ્રીયધ્વજ ફરકાવવાની પરંપરા શરૂ કરી અને આજ સુધી તે જાળવી રાખવામાં આવી છે.
ભારત માતા ની મૂર્તિ અને રાષ્ટ્રપ્રેમ રાષ્ટ્રીય ભાવના પ્રતિ ઉદાહરણ આપતા આ શાળા માત્ર રાષ્ટ્રીયધ્વજ જ નહીં, પરંતુ ભારત માતા ની મૂર્તિ પણ સ્થાપિત કરવા માં આવી છે, જ્યાં દરરોજ રાષ્ટ્રીયગીત માં સામૂહિક ગાન પછી ભારત માતા ને વંદન કરવા માં આવે છે. આ પ્રથામાં વિધ્યાર્થીઓ. શિક્ષકો અને ગામલોકો પણ સક્રિય રીતે ભાગ લે છે.બાળકો દેશનું ભવિષ્ય છે અને દેશના ભવિષ્યને બાળપણથિ જ દેશભક્ત બનાવવા ની પ્રેરણા મળે તો આનાથી વધુ મહત્વનું શું હોઇ શકે ? જામનગર ની સરકારી સ્કૂલ ફલ્લાતાલુકા શાળા આ વાત ને સારી રીતે સાબિત કરી રહી છે.
આના થી બાલકો ના મનમાં દેશભક્તિ વધે છે અને જ્યારે તેવો ઇતિહાસમાં દેશભક્તિની વાતો વાંચે છે ત્યારે તેમના મનમાં એક નવા જોશ અને ઉત્સાહ ભરાય છે. આટલુજ નહીં દરરોજ બાળકોની સાથે શાળા ની આસપાસ તમામ દુકાનદારો,ત્યાં આવેલી બેંકમાં કામ કરતાં કર્મચારીઓ અને ગામના ગ્રામજનો પણ વહેલી સવારે અહી એકઠા થાય છે. સાથે દ્વાજવંદન અને સલામી આપે છે અને રાષ્ટ્રગાન કરે છે અને રાષ્ટ્રપ્રેમ નું ઉત્તમ ઉદાહરણ રજૂ કરે છે
આ પણ વાંચો:
ગુજરાત પોલીસે ડ્રોનની મદદથી પકડ્યો ચોર, જુઓ વીડિયો
Vantara જામનગરે ACTP સાથે મળી બ્રાઝિલમાં 41 મકાઉ પ્રજાતિના પક્ષીનું પુનર્વાસ કરાવ્યું.
ફૂલ થઈ ગયું છે Gmail Storage ચિંતા કરવાની જરૂર નથી, માત્ર સેકોન્ડોમાં ખાલી થઈ જસે જીમેલ













