WhatsApp Group Join Now
Telegram Group Join Now

Hyundai Creta Electric 2025 : 2025 માં હ્યુન્ડાઇ એ લૉન્ચ કરી ન્યુ ક્રેટા SUV ઈલેક્ટ્રીક, જુઓ ફીચર્સ, વેરિયન્ટ અને કિંમત

Hyundai Creta Electric 2025

Last updated on February 11th, 2025 at 02:38 pm

Hyundai Creta Electric 2025: ભારતમાં 2025ની શરૂઆત માં એટલે કે 17 જાન્યુઆરી 2025 ના રોજ હ્યુન્ડાઇ એ લૉન્ચ કરી ન્યુ Hyundai Creta Electric વેરિયન્ટ. આ ઈલેક્ટ્રીક એસયુવી ગાડી લોન્ચ થયા પહેલા જ ચર્ચામાં હતી. કંપની દ્વારા પહેલા જ આ કારના ફિચર્સ ની ડિટેલ વિશે ખુલાસો કરવામાં આવ્યો છે. તમને આ ગાડીમાં મલ્ટી બેટરી પેક મળશે. અને કંપની એવો દાવો કરે છે કે તેમાં તમને 450 કિલોમીટરથી વધારે ની રેન્જ મળશે. હવે મોટો પ્રશ્ન એ છે કે આ ગાડી ની કિંમત કેટલી હશે ? એક રિપોર્ટ મુજબ આ ગાડી ની શરૂઆત ની કિંમત એક્સ-શોરૂમ 15 લાખ રૂપિયા હોઈ શકે છે.

Hyundai Creta Electric 2025

આ ઈલેક્ટ્રિક SUV ગાડીને ભારત મોબિલિટી એક્સપોર્ટ 2025 માં લોન્ચ કરી દેવામાં આવેલી છે. આ ગાડી એ ચાર વેરીએન્ટસ એક્ઝિક્યુટિવ, સ્માર્ટ, પ્રીમિયમ અને એક્સિલન્સમાં હાજર છે. એની શરૂઆતની કિંમત 17 લાખ 99 હજાર રૂપિયા એક્સ શોરૂમ છે. અને આ ગાડી ઘણા બધા ફિચર્સ સાથે લોન્ચ થઇ છે.

SUV hyundai creta ઈલેક્ટ્રીકની ડિઝાઇન અને ફિચર્સ

SUV hyundai creta ઈલેક્ટ્રીકની ડિઝાઇન અને ફિચર્સ

આ ગાડી ની ડિઝાઇન ICE ( ઇન્ટર્નલ કંબશન ઇંજન) વર્ઝન જેવું દેખાય છે. પરંતુ તેમાં ઈલેક્ટ્રીક ની ઓળખ આપવા માટે કેટલાક બદલાવ કરવામાં આવેલા છે. જેમાં એરો ડાયનામિક્સ ને વધારે સારા બનાવવા માટે બ્લેન્ક ઓફ ફ્રન્ટ ગ્રીલ ડિઝાઇન કરવામાં આવેલ છે. L શેપ એલીડી ડીઆરએલ અને ટેલલાઈટ્સ તેને પ્રીમિયમ અને એડવાન્સ લુક આપે છે.ગાડીમાં તમને લો રોલિંગ રજીસ્ટન્સ ટાયર્સ ના 17 ઇંચ ના ડ્યુઅલ ટોન અલોઈવિલ્સ મળે છે.

કલર ઓપ્શન

WhatsApp Group Join Now
Telegram Group Join Now

hyundai creta ઈલેક્ટ્રીક 8 મોનોટોન અને 2 ડ્યુઅલટોન કલરમાં હાજર છે. જેમાં ત્રણ મેટ કલરનો પણ સમાવેશ થાય છે.

પર્ફોર્મન્સ અને ચાર્જિંગ

hyundai creta ઈલેક્ટ્રીક બે બેટરી ઓપ્શન સાથે આવે છે જેમાં તમને પહેલા 42kwh નું બેટરી પેક મળે છે જેમાં 390 km ની રેન્જ છે. જે ફક્ત 8.5 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડે છે. અને બીજું બેટરી પેક 51.4kwh નું છે જેમાં 473 કિલોમીટરની રેન્જ મળે છે અને આ વેરીએન્ટ ફક્ત 7.9 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડે છે.

અને આ ગાડીમાં ચાર્જિંગ ની વાત કરીએ તો તેને ડીસી ફાસ્ટ ચાર્જર દ્વારા 10 થી 80% ચાર્જ કરવામા ફક્ત 58 મિનિટનો સમય લાગે છે. અને તેને 11kw વોલ બોક્સ ચાર્જર થી ચાર્જ કરતા 10 થી100 ટકા સુધી પહોંચતા તેને ફક્ત 4 કલાક લાગે છે.

hyundai Creta electric વેરિયન્ટ અને કિંમત

આ ગાડીમાં વેરિયન્ટ અને કિંમતની વાત કરીએ તો, તેના એક્ઝિક્યુટિવ વેરિયન્ટ ની શરૂઆત ની કિંમત 17,99,000 છે. અને ટોપ એક્સિલન્સ ની કિંમત 23,49,900 એક્સ શોરૂમ છે. સ્માર્ટ વેરિયન્ટ ની કિંમત ₹18,99,900 રૂપિયા છે. અને પ્રીમિયમ ની કિંમત પણ 19,99,900 રૂપિયા છે.

Leave a Comment