Gujarat News: ગુજરાતના કચ્છ શહેરના મુન્દ્રામાંથી પશ્ચિમ કચ્છ SOG પોલીસને કુરિયરના આધારે ગાંજો સપ્લાય થવાની બાતમી મળેલ હતી. પોલીસે આ બાતમીના આધારે એક્શન લીધું જેમાં પોલીસે ગાંજાના જથ્થાનું પાર્સલ ઝડપી પાડ્યું છે. મળેલ પાર્સલમાંથી ગાંજાના આશરે 10 જેટલા પેકેટ મળી આવ્યા. જેમાં એક લાખથી કિંમતનો મુદ્દા માલ પોલીસે જપ્ત કરેલ છે. આ સાથે જ પોલીસે બે અજાણ્યા શખ્સોના વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો નોંધીને આગળ તપાસ હાથ ધરેલ છે.
Gujarat News | કુરિયર મારફતે નશીલા પદાર્થ ની સપ્લાય
પશ્ચિમ કચ્છ DySP એમ.જે. ક્રિશ્ચિયને માહિતી આ અંગે માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે કચ્છ શહેરમાં માદક દ્રવ્યોની હેરાફેરીના વધતા જતા બનાવોની વચ્ચે કુરિયર દ્વારા માદક પદાર્થો મંગાવવાની આ નવી મોડલ એપ્રેન્ટી કેટલા લાંબા સમયથી ગુનેગારોની મુખ્ય ટેકનીક બની રહી છે. કચ્છના મુન્દ્રામાંથી પશ્ચિમ કચ્છ પોલીસે આ ઓપરેન્ડીને લક્ષ્યમાં રાખીને કુરિયર મારફતે સપ્લાય થતો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. કચ્છ પોલીસે જણાવ્યું કે તેને એક લાખથી વધારે કિંમતનો ગાંજો જપ્ત કરીને માલ મોકલનારા અને મંગાવનારા શખ્સો વિરુદ્ધ નોંધીને તપાસ કરેલ છે.
બાતમીના આધારે થઈ કાર્યવાહી
આ સમગ્ર કેસ અંગે વિગતવાર માહિતી આપતા ડીવાયએસપીએ જણાવ્યું કે SOG ના હેડ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ જાડેજા અને ચેતનસિંહ જાડેજાને સંયુક્ત રીતે બાતમી મળી હતી. મળેલ માહિતી મુજબ તેમને જણાવવામાં આવ્યું હતું કે મુન્દ્રાના ઉમિયા નગરના કુરિયર સર્વિસમાં એક પાર્સલમાં ગાંજા નો જથ્થો આવેલ છે. આ માહિતીને હકીકત તરીકે લેખીને તાત્કાલિક એક્શન લેવામાં આવેલ હતું. આ એક્શનના દરમિયાન છ ફેબ્રુઆરીથી કુરિયર ઓફિસમાં પડેલ ગુલાબી પટ્ટાવાળા કોથળામાંથી એક પાર્સલ મળી આવ્યું જેના પર ઓરિસ્સાનું એડ્રેસ હતું. એઓજીએ આ પાર્સલ તપાસતા તેમાંથી ગાંજાના 10 જેટલા પેકેટ મળી આવ્યા હતા.
પાર્સલમાંથી ઝડપાયો ગાંજો
SOGએ એફએસલની ટીમને બોલાવીને પેકેટનું ટેસ્ટિંગ કર્યું હતું, જેમાં જુદા-જુદા વજનના પેકેટમાં રખાયેલા જથ્થાનું કુલ વજન 10.149 કિલો ગ્રામ અને કિંમત રૂ. 1,01,490 હતું. સમગ્ર કેસ અંગે પોલીસે કુરિયર સર્વિસના મેનેજરની પૂછપરછ કરતા તેણે એડ્રેસ સાથે આપેલા નંબર પર ફોન કર્યો હતો. સામેવાળા હિંદીભાષી વ્યક્તિએ પાર્સલ પોતાનું હોવાનું સ્વીકાર્યા બાદ પણ પાર્સલ લેવા આવ્યો ન હતો અને પાર્સલ ગાંધીધામ મોકલવાનું પણ જણાવ્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે વિભાગોને માહિતી મળી હતી કે દાણચોરો ડાર્ક વેબ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને લંચ બોક્સ, રમકડાં, બાળકોની સંભાળની વસ્તુઓ, કપડાં, હેડફોન, એર પ્યુરિફાયર વગેરેમાં છુપાવીને સરહદ પાર ડ્રગ્સની દાણચોરી કરી રહ્યા છે. હાલમાં પોલીસ આ સમગ્ર મામલાની વિગતવાર તપાસ કરી રહી છે.