GPSC requirement 2025: સરકારી નોકરી મેળવવા માંગતા હોય તેવા ઉમેદવારો માટે સારા સમાચાર છે.ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મોટર વાહન પ્રોસિક્યુટર વર્ગ 2 અધિકારીઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. તેના માટે ઉમેદવારો પાસે ઓનલાઇન અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે. આ ભરતી માટેની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, ઉમર મર્યાદા, અરજી કરવાની તારીખ વિશેની મહત્વની માહિતી અમે તમને જણાવીશું.
GPSC requirement 2025
ભરતી ની નોટિફિકેશન જાહેર કરવામાં આવેલી છે તેમાં જણાવ્યા મુજબ બંદરો અને વાહન વ્યવહાર વિભાગમાં મોટર વાહન પ્રોસિક્યુટર વર્ગ – 2 માટે આ ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે.
સંસ્થા | ગુજરાત જાહેર સેવા આયોગ ( GPSC) |
વિભાગ | બંદરો અને વાહન વ્યવહાર વિભાગ |
પોસ્ટનું નામ | મોટર વાહન પ્રોસિક્યુટર |
ખાલી જગ્યા | 3 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 26 જાન્યુઆરી 2025 |
અરજી માધ્યમ | ઓનલાઇન |
અરજી કરવા માટે વેબસાઈટ | https://ojas.gujarat.gov.in/ |
પોસ્ટ અને પદોની સંખ્યા
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ભરતી 2025 ની જાહેરાત કરવામાં આવેલી છે તેમાં જણાવ્યા મુજબ મોટર પ્રોસિક્યુટરના પદ માટે ભરતી યોજાય છે જેમાં કેટેગરી મુજબ ખાલી જગ્યા આ પ્રમાણે છે:
- બિન અનામત- 2
- આ. ન વર્ગ – 0
- સા. શૈ.પ.વર્ગ.- 1
- અનુસૂચિત જાતિ – 0
- અનુસૂચિત જનજાતિ – 0
વય મર્યાદા
આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની મહત્તમ ઉંમર મર્યાદા 43 વર્ષ રાખવામાં આવેલી છે. અને ઉંમરની ગણતરી અને અનુભવ જાહેરાતની ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ના આધારે ગણવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત
આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત એ કાયદામાં ગ્રેજ્યુએશનની ડિગ્રી ( વિશેષ) અથવા તો એલઆરબી ત્રણ વર્ષ અથવા તો કોઈપણ યુનિવર્સિટીમાંથી પાંચ વર્ષનો Law ( સંકલિત) અભ્યાસક્રમ કરેલો હોવો જોઈએ. શૈક્ષણિક લાયકાત વિશેની વધારે માહિતી સત્તાવાર નોટિફિકેશનમાંથી વાંચી લેવા વિનંતી.
- અરજી કરનાર ઉમેદવારને કમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે.
- ગુજરાતી અને હિન્દી ભાષાનું સારું જ્ઞાન હોવું જરૂરી છે.
પગાર ધોરણ
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી 2025 માં જે ઉમેદવારોની પસંદગી થશે તેમને પે મેટ્રિક લેવલ-08 મુજબ રૂપિયા 53,100 થી 167,800 માસિક પગાર ચૂકવવામાં આવશે.
અરજી ફી
કેટેગરી પ્રમાણે ઉમેદવારોએ અલગ અલગ રકમ અરજી ફી મા ભરવાની રહેશે.
- સામાન્ય કેટેગરી/બિન અનામત વર્ગના ઉમેદવારો માટે અરજી ફી ₹100 + પોસ્ટર સર્વિસ ચાર્જ અથવા તો ઓનલાઇન અરજી ભરો છો તો 100 રૂપિયા અને સર્વિસ ચાર્જ રહેશે.
- ગુજરાત રાજ્યમાં રહેતા અનામત વર્ગને નબળા વર્ગના ઉમેદવારો, નિવૃત થયેલ સૈનિકો અને દિવ્યાંગ ઉમેદવારો માટે અરજી ફી રાખવામાં આવેલી નથી તેઓ મફત અરજી કરી શકે છે.
- ગુજરાત રાજ્યમાં ન રહેતા હોય અને બહારના અનામત વર્ગના ઉમેદવારો માટે અરજી ફી ભરવાની રહેશે.
મહત્વની લિંક્સ
સત્તાવાર જાહેરાત માટે અહી ક્લિક કરો.
હોમ પેજ માટે અહી ક્લિક કરો.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતીમાં ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ?
- આ ભરતીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે જેના માટે સૌ પ્રથમ આપેલ સત્તાવાર વેબસાઈટ https://gpsc.gujarat.gov.in/ પર જાઓ.
- અહીં તમને લેટેસ્ટ અપડેટ નો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો
- https://ojas.gujarat.gov.in/ લિંક દેખાશે તેના પર ક્લિક કરો અને તેના પછી નવા વપરાશકર્તા ઓપ્શન પર ક્લિક કરો.
- અહીં માંગવામાં આવેલી માહિતી ભરો એની સાથે જરૂરી દસ્તાવેજો તમારો પાસપોર્ટ સાઇઝ નો ફોટો અને સિગ્નેચર અપલોડ કરો.
- ફોર્મ ભરાઈ ગયા પછી સબમીટ બટન પર ક્લિક કરો અને અરજી ફીની ચૂકવણી કરો.
- ભવિષ્યમાં ઉપયોગમાં લેવા માટે આ એપ્લિકેશન ફોર્મ ની પ્રિન્ટ આઉટ કાઢી લો.