GPSC Recruitment 2025: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનવિવિધ પોસ્ટ્સ માટે સીધી ભરતી કરી રહ્યું છે. ઈચ્છો કો અને યોગ્ય ઉમેદવારો વિવિધ પોસ્ટ્સ માટે સત્તાવાર વેબસાઇટ ફોર્મ 17/02/2025 સુધી અરજી કરી શકે છે.
GPSC આયોગ ગુજરાત સરકાર માટે વિવિધ હોદ્દા અને વિભાગો માટે સંભવિત ઉમેદવારોની ભરતી કરવા માટે વિવિધ પરીક્ષાઓનું આયોજન કરે છે. ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગમાં કાર્યપાલક ઈજનેર, વર્ગ-1 અને નાયબ કાર્યપાલક ઈજનેર, વર્ગ-2ની ટોટલ 07 જગ્યાઓ ઉપર ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
GPSC ભરતી માટે અન્ય વિગતો અહીં આપવામાં આવી છે જેમ કે પોસ્ટની વિગતો, ખાલી જગ્યાઓ, નોકરીનું સ્થાન, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, પગાર, મહત્વપૂર્ણ તારીખો, અરજી ફી, ચુકવણી, કેવી રીતે અરજી કરવી, અરજી કરવાના પગલાં, મહત્વપૂર્ણ અને મહત્વપૂર્ણ લિંક.
GPSC Recruitment 2025 મહત્વની માહિતી
સંસ્થા | ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) |
પોસ્ટનું નામ | કાર્યપાલક ઈજનેર, વર્ગ-1 અને નાયબ કાર્યપાલક ઈજનેર, વર્ગ-2 |
ટોટલ જગ્યાઓ | 7 |
વિભાગ | કાયદા |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
અરજી કરવા માટે વય મર્યાદા | 20થી 45 વર્ષની વચ્ચે |
ખાલી જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ | 17 ફેબ્રુઆરી 2025 |
ક્યાં અરજી કરવી | https://ojas.gujarat.gov.in/ |
પોસ્ટની વિગતો
કાર્યપાલક ઈજનેર વર્ગ-1 – 2 જગ્યા
નાયબ કાર્યપાલક ઈજનેર વર્ગ-2 – 5 જગ્યા
કુલ – 7 જગ્યાઓ
મહત્વપૂર્ણ તારીખો
અરજીની તારીખ ૦૧/૦૨/૨૦૨૫
અરજી કરવાની છેલ્લી તારીખ ૧૭/૦૨/૨૦૨૫

શૈક્ષણિક લાયકાત
GPSC Recruitment 2025 ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત આ પ્રમાણે હોવી જોઈએ.
દેશની સરકાર માન્ય સંસ્થા કે કોઈપણ યુનિવર્સિટીમાં ઇજનેરીમાં બેચલર (Civil) અથવા બેચલર ઑફ ટેક્નોલોજી (Civil) ની ડિગ્રી
ઈચ્છુક અને પાત્ર કમ્પ્યુટરનું પ્રાથમિક જ્ઞાન હોવું જોઈએ
હિન્દી અને ગુજરાત ભાષાની જાણકારી હોવી જરૂરી
શૈક્ષણિક લાયકાત અંગે વધારે માહિતી માટે નોટિફિકેશન ચોક્કસ વાંચવું.
વય મર્યાદા
GPSC આપેલા અપડેટ અનુસાર આ પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 17-2-2025ના રોજ ઉમેદવારને 20 વર્ષ પુરા થયેલ હોવા જોઈએ. અહીં એક ધ્યાન દેવા બાબત એ છે કે ઉમેદવારને 45 વર્ષ પૂર્ણ કરેલા ન હોવા જોઈએ.
પોસ્ટ માટે ની પાત્ર ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે
પગાર ધોરણ
કાર્યપાલક ઈજનેર, વર્ગ-1 – ₹67,700- ₹2,08,700
નાયબ કાર્યપાલક ઈજનેર વર્ગ-2 – ₹53,100- ₹1,67,800

અરજી પ્રક્રિયા
અરજી કરવા માટે ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઇટ https://gpsc.gujarat.gov.in/
Latest Updates પર ક્લિક કરો.
https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા યુઝર ઓપ્શન પર ક્લિક કરો.
ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી તમામ ડિટેલ્સને યોગ્ય રીતે લખો.
ફોર્મ સબમિટ કરી જરૂરી હોય તો અરજી ફી પેમેન્ટ કરો.
ભવિષ્યના સંદર્ભ માટે માટે તમે કરેલ એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.
આ ભરતીની સૂચના ૦૧/૨૦૨૫ ના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બહાર પાડવામાં આવી હતી . આ ભરતી (GPSC Recruitment 2025 ) ફોર્મ ભરવાની શરૂઆત તારીખ ૦૧/૦૨/૨૦૨૫ છે જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૭/૦૨/૨૦૨૫ છે જેથી અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો શક્ય તેટલી વહેલી તકે અરજી કરે.