Dhanashree And Chahal Divorce : ભારતના સ્ટાર લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડાનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. બંને 18 મહિનાથી એકબીજાથી અલગ રહેતા હતા. અંતિમ સુનાવણી ગુરુવાર, 20 ફેબ્રુઆરીના રોજ બાંદ્રા ફેમિલી કોર્ટમાં થઈ હતી, જે દરમિયાન ધનશ્રી અને યુઝવેન્દ્ર હાજર રહ્યા હતા. કોર્ટમાં કાનૂની કાર્યવાહી પૂર્ણ થયા પછી, Dhanashree-Yuzvendra બંનેએ સત્તાવાર રીતે અલગ થવાનો નિર્ણય લીધો. દરમિયાન, એવા અહેવાલો હતા કે છૂટાછેડા પછી યુઝવેન્દ્ર ચહલે ધનશ્રીને 60 કરોડ રૂપિયાનું ભરણપોષણ ચૂકવવું પડ્યું હતું. પણ એ સાચું નથી. સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને ડાન્સર ધનશ્રી વર્માના પરિવારે ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ પાસેથી 60 કરોડ રૂપિયાનું ભરણપોષણ (Dhanashree-Yuzvendra Divorce) માંગ્યા હોવાના અહેવાલોને નકારી કાઢ્યા છે.
60 કરોડ રૂપિયાની એલીમની
બોમ્બે ટાઈમ્સ અનુસાર, ધનશ્રી વર્માના પરિવારના એક સભ્યએ 60 કરોડ રૂપિયાના ભરણપોષણના સમાચાર પર પોતાની પ્રતિક્રિયા આપી છે. ધનશ્રી વર્માના પરિવારના સભ્યએ કહ્યું, ‘ભરણપોષણની ઓફર અંગે ફેલાવવામાં આવી રહેલા પાયાવિહોણા દાવાઓથી અમે ખૂબ જ નારાજ છીએ.’ હું સ્પષ્ટ કરી દઉં કે અમે ન તો ભરણપોષણ માંગ્યું છે અને ન તો અમને રૂબરૂમાં કોઈ ભરણપોષણ આપવામાં આવ્યું છે. આ અફવાઓમાં કોઈ સત્ય નથી. આવી બેઝલેસ ઇન્ફોર્મેશન પબ્લિસ કરવી અત્યંત બેજવાબદારીભર્યું છે જે ફક્ત બંને પક્ષોને જ નહીં પરંતુ તેમના પરિવારોને પણ બિનજરૂરી અટકળોમાં ખેંચે છે.
‘બેદરકારીપૂર્વક રિપોર્ટિંગ ફક્ત નુકસાન જ કરે છે’
ધનશ્રી વર્માના પરિવારના સભ્યએ કહ્યું, ‘આવી બેદરકારીભરી રિપોર્ટિંગ ફક્ત નુકસાન જ પહોંચાડી શકે છે અને અમે મીડિયાને વિનંતી કરીએ છીએ કે તેઓ સંયમ રાખે, હકીકતો તપાસે અને ખોટી માહિતી ફેલાવતા પહેલા દરેકની ગોપનીયતાનો આદર કરે.’
Dhanashree And Chahal Divorce નું સત્ય
કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલના લગ્ન જીવનમાં સમસ્યાઓના સમાચાર ઘણા સમયથી ચર્ચામાં છે. યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના લગ્ન વર્ષ 2020 માં થયા હતા અને તેમના લગ્ન ઘણા લોકો માટે આશ્ચર્યજનક હતા. યુઝવેન્દ્ર, જેને પ્રેમથી યુજી કહેવામાં આવે છે, તે એક ઉત્તમ ભારતીય ક્રિકેટર છે જ્યારે તેની પત્ની ધનશ્રી એક કોરિયોગ્રાફર છે. તેણી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પોતાને ‘અભિનેત્રી, કલાકાર અને ડૉક્ટર’ તરીકે વર્ણવે છે.
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા (Dhanashree And Chahal Divorce) પર કોર્ટનો અંતિમ નિર્ણય હજુ આવવાનો બાકી છે. યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના લગ્ન વર્ષ 2020 માં થયા હતા અને હવે માત્ર 5 વર્ષ પછી, તેમના છૂટાછેડાનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે.