WhatsApp Group Join Now
Telegram Group Join Now

CISF Driver Requirement 2025: CISF માં 10 પાસ પર ભરતીની જાહેરાત,પગાર 21,700 થી રૂપિયા 69,100,જુઓ અરજી પ્રક્રિયા અને અન્ય સંપૂર્ણ માહિતી

CISF Driver Requirement 2025

CISF Driver Requirement 2025: સીઆઈએસએફમાં10 પાસ પર ભરતીની જાહેરાત,પગાર 21,700 થી રૂપિયા 69,100,જુઓ અરજી પ્રક્રિયા અને અન્ય સંપૂર્ણ માહિતીસેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. ઓફિસિયલ નોટિફિકેશનમાં જણાવેલા મુજબ કુલ 1124 ખાલી જગ્યાઓ માટે જુદા જુદા કોન્સ્ટેબલ/ડ્રાઇવર અને કોન્સ્ટેબલ/ડ્રાઇવર કમ પંપ ઓપરેટર ( ફાયર સર્વિસેજ) માટે આ ભરતી બહાર પાડવામાં આવેલી છે. નીચે અમે તમને સીઆઈએસએફ ડ્રાઇવર ભરતી 2025 માટે પસંદગી પ્રક્રિયા, પાત્રતા માપદંડ, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા વગેરે વિષયની માહિતી આપીશું.

CISF driver requirement 2025

વર્ણન માહિતી
કુલ ખાલી જગ્યાઓ કુલ 1124 ખાલી જગ્યાઓ (કોન્સ્ટેબલ/ડ્રાઇવર માટે 845 અને કોન્સ્ટેબલ/ડ્રાઇવર કમ પંપ ઓપરેટર માટે 279)
અરજી શરૂ થવાની તારીખ 3 ફેબ્રુઆરી 2025
અરજી કરવાની છેલ્લી તારીખ 4 માર્ચ 2025
શૈક્ષણિક લાયકાત 10 પાસ
વય મર્યાદા 21 વર્ષથી 27 વર્ષ વચ્ચે
અરજી પ્રક્રિયા ઓનલાઈન
પગાર ધોરણ રૂપિયા 21,700 થી રૂપિયા 69,100
સત્તાવાર વેબસાઇટ https://cisfrectt.cisf.gov.in./

પોસ્ટનું નામ અને ખાલી જગ્યા

પોસ્ટ સામાન્ય (યુઆર) એસસી એસટી અન્ય પછાત વર્ગ EWS કુલ ખાલી જગ્યા ભૂતપૂર્વ સૈનિકો
કોન્સ્ટેબલ/ડ્રાઇવર344126632288484585
કોન્સ્ટેબલ/ડ્રાઇવર કમ પંપ ઓપરેટર 1164120752727928
કુલ 460167833031111124113

CISF ડ્રાઇવર ભરતી 2025ની પાત્રતા અને માપદંડ

વય મર્યાદા – આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની વય મર્યાદા 4 માર્ચ 2025 સુધી 21 વર્ષથી 27 વર્ષ વચ્ચે થવી જોઈએ.

શૈક્ષણિક લાયકાત– આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોએ કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10 મુ ધોરણ પાસ કરેલું હોવું જોઈએ. અથવા તો તેની સમકક્ષ ધોરણ પાસ કરેલ હોવા જોઈએ.

અનુભવ– ઉમેદવારો પાસે મોટા વાહનો, પરિવહન સાધનો અથવા નાના મોટર સાધનો ચલાવવાનો 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ.

શારીરિક કસોટી

વર્ગ ઊંચાઈ છાતી
સામાન્ય,એસસી,ઓબીસી,167 સેમી ન્યૂનતમ 80 સેમી
સ્પેસિફાઇન્ડ ક્ષેત્રોના ઉમેદવારો માટે 160 સેમી ન્યૂનતમ 78 સેમી
અનુસૂચિત જનજાતિ 160 સેમી ન્યૂનતમ 76 સેમી

પસંદગી પ્રક્રિયા

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતી માટે પસંદગી ઘણા બધા સ્ટેપ પર આધારિત છે જે નીચે મુજબ છે:

  1. હાઈટ બાર ટેસ્ટ( HBT) – આ પ્રાથમિક પરીક્ષામાં પાસ થવા માટે ઉમેદવારો એ નક્કી કરવામાં આવેલ જરૂરી ઊંચાઈ/તેમની હાઈટ માપદંડો ને પૂરા કરવાના રહેશે.
  2. ફિઝિકલ એફીસીયન્સી ટેસ્ટ અને ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ આપવાનો રેશે.
  3. ટ્રેડ ટેસ્ટ- આ પરીક્ષામાં ઉમેદવારના ડ્રાઇવિંગ સ્કિલ અને તેની ક્ષમતાઓનુ મૂલ્યાંકન કરવામાં આવશે.
  4. લેખિત પરીક્ષા- લેખિત પરીક્ષામાં નીચે જણાવેલ ક્ષેત્રોમાં 100 ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નો હશે:
  • જનરલ નોલેજ/જાગૃકતા
  • ગણિત
  • વિશ્લેશાત્મક યોગ્યતા
  • અંગ્રેજી/હિન્દી ભાષા નું પાયાનું જ્ઞાન

5. મેડિકલ પરીક્ષા- લેખિત પરીક્ષામાં જે કોઈ ઉમેદવાર પાસ થશે. તેમને પછી મેડિકલ પરીક્ષા આપવાની રહેશે.

અરજી ફી

ઉમેદવારને કેટેગરી મુજબ તેમની અરજી ફીની ચુકવણી કરવી પડશે.

  • સામાન્ય/ઓબીસી/ઇડબલ્યુએસ ઉમેદવારો માટે- 100 રૂપિયા
  • એસસી/એસટી/ESM ઉમેદવારો માટે અરજી ફી નથી તેઓ મફત અરજી કરી શકશે.

પગાર ધોરણ

સીઆઈએસએફ ડ્રાઇવર નો પગાર પે લેવલ – 3 ના આધારે આપવામાં આવશે. અને આ પગાર તે ઉમેદવારના પદ અને અનુભવના આધારે રૂપિયા 21,700 થી રૂપિયા 69,100 સુધી ચૂકવવા પાત્ર છે. તેની સાથે ઘણા બધા ભથ્થા પણ મળશે.

આ પણ વાંચો: GPSC requirement 2025: ગુજરાત જાહેર સેવા આયોગમાં મોટર વાહન પ્રોસિક્યુટર પદ પર ભરતી ની જાહેરાત, જુઓ પગાર ધોરણ અરજી પ્રક્રિયા અને અન્ય માહિતી

સીઆઇએસએફ ડ્રાઇવર ભરતી 2025 માટે અરજી કેવી રીતે કરવી ?

  • અરજી ઓનલાઇન કરવાની છે તેથી સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જાઓ – CISF ભરતી પોર્ટલ
  • અહીં તમારે સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તેથી તમારી વ્યક્તિગત માહિતી આપીને રજીસ્ટ્રેશન કરો.
  • હવે તમને લોગીન આઈડી અને પાસવર્ડ મળશે.
  • હવે લોગીન કરો.
  • તમારી સામે એપ્લિકેશન ફોર્મ ખુલશે તે ભરો અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  • જો લાગુ જ પડતું હોય તો અરજી ફીની ચૂકવણી કરો.
  • એપ્લિકેશન ફોર્મ ભરાઈ ગયા પછી એકવાર ફરીથી ચેક કરી જો બધું બરોબર હોય તો સબમીટ બટન પર ક્લિક કરો. ભવિષ્ય માટે આ એપ્લિકેશન ફોર્મ ની પ્રિન્ટ આઉટ લઈ લો.