WhatsApp Group Join Now
Telegram Group Join Now

ક્રિપ્ટોકરન્સીમાં સૌથી મોટો કડાકો! Bybit માં ૧.૨૪ લાખ કરોડ રૂપિયાથી વધુની ચોરી, જાણો સમગ્ર મામલો

Bybit

Bybit Crypto Hack News: ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરનારાઓ માટે આ એક મોટો ફટકો છે. દુબઈ સ્થિત ક્રિપ્ટો એક્સચેન્જ બાયબિટ તાજેતરમાં એક મોટા સાયબર હુમલા (Bybit Crypto Hack)નો ભોગ બન્યું. આ હુમલામાં ૧.૫ બિલિયન ડોલર (રૂ. 1,24,500 કરોડ) ની ડિજિટલ સંપત્તિની ચોરી થઈ હતી. આને અત્યાર સુધીની સૌથી મોટી ક્રિપ્ટો ચોરી ગણાવાઈ રહી છે. આ ઘટના પછી, ઇથેરિયમ (ETH) ની કિંમત ઘટી ગઈ અને બજારમાં ભારે ઉથલપાથલ મચી ગઈ. આવો, આ મોટા ક્રિપ્ટો હેક સંબંધિત સંપૂર્ણ માહિતી જાણીએ.

આ રીતે હેક થયો Bybit ક્રિપ્ટો 

દુબઈ સ્થિત ક્રિપ્ટો એક્સચેન્જ Bybit માહિતી આપી છે કે હેકર્સે ઇથેરિયમ (ETH) કોલ્ડ વોલેટ્સને નિશાન બનાવ્યા હતા. કોલ્ડ વોલેટ્સ સામાન્ય રીતે ઓફલાઇન સ્ટોરેજ સિસ્ટમ્સ હોય છે જે ક્રિપ્ટો સંપત્તિઓને સુરક્ષિત રાખવા માટે રચાયેલ છે. આ વખતે હેકર્સે સિક્યુરિટી નો ભંગ કર્યો અને ETH ટોકન્સને બહુવિધ વોલેટમાં ટ્રાન્સફર કર્યા અને તેમને ઝડપથી લઈ ગયા. આ સાયબર હુમલા બાદ, ઇથેરિયમની કિંમતમાં 4%નો ઘટાડો થયો, જેના કારણે બજારમાં ગભરાટ ફેલાયો અને ઇન્વેસ્ટર્સ બાયબિટમાંથી પોતાનું ફંડિંગ વિદ્રોલ કરવા લાગ્યા.

Bybit નું નિવેદન

બાયબિટના સીઈઓ બેન ઝોઉએ જણાવ્યું હતું કે તમામ અસરગ્રસ્ત વપરાશકર્તાઓને સંપૂર્ણ વળતર આપવામાં આવશે. તેમણે કહ્યું કે બાયબિટના અન્ય કોલ્ડ વોલેટ સંપૂર્ણપણે સલામત છે. Bybit સર્વિસીસ પહેલાની જેમ કાર્યરત છે અને કંપની પાસે પૂરતા ભંડોળ છે. બાયબિટે આ બાબત વિશે સાયબર સુરક્ષા નિષ્ણાતો અને બ્લોકચેન એનાલિટિક્સ કંપનીઓને જાણ કરી છે, જેઓ હેકર્સના વોલેટ્સ પર નજર રાખવામાં વ્યસ્ત છે.

Bybit ક્રિપ્ટો હેક પાછળ કોણ 

બ્લોકચેન (Bybit Crypto Hack News) સિક્યોરિટી ફર્મ એલિપ્ટિકના મતે, આ હુમલા પાછળ ઉત્તર કોરિયાનું ‘લાઝારસ ગ્રુપ’ હોઈ શકે છે. લાઝારસ ગ્રુપ એક રાજ્ય-પ્રાયોજિત હેકિંગ ગ્રુપ છે જેણે ભૂતકાળમાં ઘણા મોટા ક્રિપ્ટો હેક્સ કર્યા છે. આ જૂથે અબજો ડોલરના ક્રિપ્ટોની ચોરી કરી છે, જેનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને શસ્ત્ર કાર્યક્રમો માટે થાય છે.

ક્રિપ્ટો રોકાણકારોએ શું કરવું

WhatsApp Group Join Now
Telegram Group Join Now

જો તમે ક્રિપ્ટોમાં ઇન્વેસ્ટ કરો છો, તો આ સુરક્ષા પગલાં અનુસરો.

કોલ્ડ વોલેટમાં સ્ટોર કરો: ઓનલાઈન હેક્સથી બચવા માટે તમારી ક્રિપ્ટો સંપત્તિઓને કોલ્ડ વોલેટમાં રાખો.

2FA (ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન) સક્ષમ કરો: તમારા એકાઉન્ટને ડબલ સુરક્ષા (2FA ઓથેન્ટિકેશન) સાથે ફરજિયાત બનાવો.

શંકાસ્પદ લિંક્સ અને ફિશિંગ ટાળો: કોઈપણ અજાણી લિંક્સ પર ક્લિક કરશો નહીં અને હંમેશા સુરક્ષિત એક્સચેન્જ પ્લેટફોર્મનો ઉપયોગ કરો.

એક્સચેન્જ વોલેટમાં વધારે પૈસા ન રાખો: એક્સચેન્જ વોલેટમાં તમારી ક્રિપ્ટોકરન્સી મર્યાદિત માત્રામાં રાખો.