WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાતમાં ક્યારથી શરૂ થશે કાળજાળ ઉનાળો? ઠંડીનો રાઉન્ડ આવશે કે પડશે કમોસમી વરસાદ, વાંચો Ambalal Patel ni Aagahi

Ambalal Patel ni Aagahi

Ambalal Patel ni Aagahi: અંબાલાલ પટેલ ની ઓળખાણ આપવાની જરૂર નથી કારણ કે તે એક એવી વ્યક્તિ છે કે તેને સૌ જાણે છે. હવામાન અંગે કાંઈ પણ ફેરફાર થાય તો સૌપ્રથમ અંબાલાલ પટેલ જ તેની આગાહી કરે છે, એટલું જ નહીં લોકો પણ તેમની આગાહી ની આતુરતાથી રાહ જોતા હોય છે.

પડી શકે છે કમોસમી વરસાદ આપણે જાણીએ છીએ કે હાલના સમયમાં ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થાય છે. બપોરના સમયે કાળજાળ ગરમી હોય છે અને સવારે સાંજે ઠંડીનો ચમકારો અનુભવીએ છીએ. આ દરમિયાન જ હવામાન ના નિષ્ણાત અંબાલાલ પટેલ સાહેબે આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તેને લઈને આગાહી કરેલ છે. અંબાલાલ પટેલે  (Ambalal Patel Forecast) કરેલી આગાહી મુજબ આ મહિનાના અંતમાં ગમે ત્યારે કમોસમી વરસાદ પડી શકે છે. એટલું જ નહીં ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં પણ માવઠાના આસાર છે. આ સાથે જ અરવલ્લી, પંચમહાલ અને સાબરકાંઠામાં પણ વરસાદ પડવાની શક્યતા છે.

ક્યારથી થશે ગરમીની શરૂઆત

અંબાલાલ પટેલે કરેલ આગાહી પ્રમાણે, જાન્યુઆરીમાં રાજ્યમાં ફરી ઠંડીનું પ્રમાણ વધશે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં 27 જાન્યુઆરી (Ambalal Patel Forecast) સુધી સવારના સમયે ઠંડીનો અનુભવ થશે. જાન્યુઆરીમાં જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થશે. આ ડિસ્ટર્બન્સ દેશના ઉત્તરીય રાજ્યોમાં મેઘ ગર્જના, કમોસમી વરસાદ અને કરાનું કારણ થઈ શકે છે. ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં જ દેશના બંગાળમાં ઉપસાગરમાં લો પ્રેસર સર્જાવાને કારણે ભેજ અને અરબી સમુદ્રના ભેજને કારણે ગોવા અને મહારાષ્ટ્રમાં પણ કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહથી ઉનાળાની ગરમી અનુભવાશે. ગરમીનું પ્રમાણ વધતું જશે પરંતુ 15 ફેબ્રુઆરીના સમય દરમિયાન હવામાનમાં પલટો થશે અને 19 ફેબ્રુઆરી બાદ ફરીથી ગરમી નો અનુભવ થશે.

Ambalal Patel ni Aagahi વિશે 

Ambalal Patel Forecast
Ambalal Patel Forecast

અંબાલાલ પટેલે સર્વ પ્રથમ 1980 માં હવામાન વિશે પહેલી આગાહી કરી હતી. ત્યારબાદ અત્યાર સુધી તેઓ વર્ષ દરમિયાન તમામ ઋતુઓની આગાહી કરે છે. તેઓ ઠંડી ગરમી અને ચોમાસું તેવી તમામ સિઝનની આગાહીઓ કરે છે જે સાચી પડે છે. અંબાલાલ પટેલ ગ્રહો, પંચાગ અને નક્ષત્રો જોઈને આગાહી કરે છે. તેઓ દરિયાકાંઠાના પવન જોઈને વરસાદની આગાહી કરે છે. તેમને અનેક પ્રકારના એવોર્ડ થી સન્માનિત પણ કરવામાં આવ્યા છે. Ambalal Patel સાહેબે 1972માં ગુજરાત સરકારમાં ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સીમાં સુપરવાઇઝર તરીકે પણ સર્વિસ આપેલ છે. ગુજરાતના ખેડૂતો પણ વાવણી માટે અંબાલાલ પટેલની આગાહીને અનુસરતા હોય છે, જોકે ક્યારેક તેમની આગાહી ખોટી પણ પડે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ પણ વાંચો:

હવે નહીં આપવી પડે RTOમાં ડ્રાઇવિંગ ટેસ્ટ, ઘરેથી ટેસ્ટ આપી આ રીતે મેળવો લર્નિંગ લાઇસન્સ

DL RC Aadhar Link: ડ્રાઇવિંગ લાયસન્સ ધારકો માટે આધાર મુજબ સરનામું અપડેટ કરવું ફરજિયાત, સરકાર કરી રહી છે વિચાર