Last updated on February 11th, 2025 at 02:49 pm
Kawasaki ninja 500 નવું મોડલ લોન્ચ થઈ ગયું છે. નવી નીન્જા 500 માં ડિઝાઇનમાં ડ્યુઅલ એલઇડી હેડલાઇટ આપવામાં આવી છે. ડિઝાઇનમાં આ નવી બાઈક એક સરળ સુપર સ્પોર્ટ્સ મોટરસાયકલ જેવી જ લાગે છે. જેમાં બીજા કાવાસાકી ના કેટલાક ડિઝાઇન એલિમેન્ટ છે. કાવાસાકી નીન્જા 500 હંમેશાથી આ સેગમેન્ટમાં સૌથી મોંઘી મોટરસાયકલ છે.
કાવાસાકી નીન્જા 500
દિગજ મોટરસાયકલ નિર્માતા કંપની Kawasaki એ પોપ્યુલર બાઈક નિંજા 500 નું નવું મોડલ લોન્ચ કર્યું છે. અને આ બાઈકમાં તમને એક નવો કલર ઓપ્શન મળશે અને તેની સાથે તેમાં કેટલાક ફીચર્સ પણ અપડેટ કરવામાં આવ્યા છે. અને કંપની દ્વારા આ બાઈકને લગભગ 5.29 લાખ રૂપિયાની એક્સ શોરૂમ કિંમત સાથે લોન્ચ કરવામાં આવેલ છે. જે તેના જુના મોડલ કરતાં પાંચ હજાર રૂપિયા વધારે છે.
Kawasaki ninja 500- ફીચર્સ
kawasaki ninja 500 આ બાઈકમાં ફીચર્સ ની વાત કરીએ તો તેમાં તમને બ્લુટુથ કનેક્ટિવિટી વાળું નેગેટીવ એલસીડી ક્લસ્ટર છે. એની સાથે આ બાઈકમાં એબીએસ ડ્યુઅલ ચેનલ અને સ્લીપર ક્લચ પણ છે. માર્કેટમાં આ નવી બાઈક ની હરીફાઈ અપ્રિલિયા RS 457 અને યામાહા YZF -R3 થી થશે.
તેના એન્જિનની વાત કરીએ તો આ બાઈકમાં 451 સીસી, પેરેલલ ટ્વીન લિક્વિડ કુલ્ડ એન્જિન છે. જે 9000 આરપીએમ પર 44.7 bhp નો પાવર અને 6000 આરપીએમ પર 42.6 Nm નુ ટોર્ક જનરેટ કરે છે. તેનું એન્જિન છ સ્પીડ ગેયર બોક્સ સાથે આવે છે.
Kawasaki ninja 500- ડિઝાઇન

નવી નીંજા 500 ની ડિઝાઇન એ કાવાસાકી ની બીજી બાઈકની પ્રેરણા લઈને બનાવેલ છે. અને આ બાઈકમાં સાઈડ પેનલ્સ પર ગ્રીન હાઈલાઈટ આપવામાં આવેલ છે. જે તેને નવું sporty look આપે છે. અને તેની સ્ટાઇલ તેને સિટીમાં રાઇટીંગ અને લાંબો અંતર કાપવા માટે એટલે કે ટ્રીપ માટે પરફેક્ટ બનાવે છે. આ બાઈકમાં સ્ટીલ ટ્રેલીસ ફ્રેમ છે. અને તેના ફ્રન્ટ સસ્પેન્શનમાં 41 મીમી ફર્ક છે. અને રિયરમાં પ્રિ લોડ એડજસ્ટમેન્ટ સાથે ગેસ ચાર્જડ મોનોશોક સસ્પેન્શન છે.
બ્રેકિંગ સિસ્ટમ અને ટાયર
બ્રેકિંગ સિસ્ટમમાં આ બાઈકમાં પાછળના ભાગમાં 320 એમએમ ડિસ્ક બ્રેક અને અને આગળના ભાગમાં 240 એમએમ ડિસ્ક બ્રેક આપવામાં આવેલ છે. જે ડ્યુઅલ ચેનલ એબીએસ સાથે આવે છે. આ બાઈકમાં 17 ઇંચ ના એલોય વિલ આપવામાં આવેલ છે. જેમાં 110 સેક્શન ફ્રન્ટ અને 150 સેક્શન રીયર ટાયર લાગેલ છે.
Kawasaki ninja 500- કિંમત
2025 કાવાસાકી નીન્જા 500 બાઈક ની કિંમતની વાત કરીએ તો તેની એક્સ શોરૂમ કિંમત 5,29,000 રૂપિયા છે જે તેના પાછળના મોડલ કરતાં ₹5,000 વધારે છે. આ નવા મોડલ માં ઘણા બધા બદલાવ કરવામાં આવેલા છે. જેમકે નવું સાઈડ પેનલ ડિઝાઇન અપડેટેડ ગ્રાફિક્સ અને નવી કલર સિસ્ટમ પણ બદલાવેલ છે.