Last updated on February 4th, 2025 at 05:26 pm
GSSSB Exam Date Declared: અત્યારે પોલીસની ભરતી માટેની શારીરિક કસોટી, દોડ ચાલી રહી છે. અને તેની વચ્ચે બીજી ભરતી ની મુખ્ય પરીક્ષા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે તેમાં જણાવ્યું છે કે “ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ, ગાંધીનગર નાણા વિભાગ નિયંત્રણમાં જુદા જુદા મળીને કુલ 266 જગ્યા માટે મેઈન પરીક્ષા 18 ફેબ્રુઆરી 2025 અને 19 ફેબ્રુઆરી 2025 ના રોજ ગુજરાત ગૌ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાશે.
મુખ્ય પદોની માહિતી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુદા જુદા પદો માટે ભરતી ની પરીક્ષા ચાલુ છે જેમાં સબ ઓડિટર અને હિસાબનીશ, પેટા હિસાબનીશ, ઓડિટર, પેટા તિજોરી અધિકારી અધિક્ષક વગેરે.
અને ઉપર જણાવેલ આ તમામ પદો માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મુખ્ય પરીક્ષાની કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે.
ફેબ્રુઆરી મહિનામાં છે મુખ્ય પરીક્ષા
મળેલી માહિતી મુજબ નાણા વિભાગના નિયંત્રણ હેઠળ ના ખાતામાં ગુજરાત ગૌ સેવા પસંદગી મંડળ દ્વારા જુદા જુદા કુલ 266 પદોની ખાલી જગ્યાઓ જેમકે સબ ઓડિટર અને હિસાબની વગેરે માટે ભરતી પ્રક્રિયા શરૂ છે અને તેની પરીક્ષાઓ થઈ રહી છે. આ પદ માટેની મંડળ દ્વારા પ્રિલિમ પરીક્ષા લેવામાં આવી છે. અને હવે તેની મેન મુખ્ય પરીક્ષા માટેની તારીખ જાહેર કરવા બાબત મંડળ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવે છે. તેમાં જણાવ્યા મુજબ તારીખ 18 ફેબ્રુઆરી 2025 અને 19 ફેબ્રુઆરી 2025 ના રોજ ગુજરાત ગૌણ સવા પસંદગી મંડળ દ્વારા મેન પરીક્ષા લેવામાં આવશે.
કોલ લેટર ડાઉનલોડ કરવા બાબત
જે કોઈ ઉમેદવારો એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત આ ભરતીમાં અરજી કરી હતી અને તેમણે પરીક્ષા આપી છે અને તેમાં પાસ થયા છે અને હવે જેમણે મેન પરીક્ષા આપવાની છે. તો તેમને પરીક્ષાનું કોલ લેટર ક્યારે ડાઉનલોડ કરવું અને તેના સહિતની અન્ય સૂચનાઓ મંડળની સત્તાવાર વેબસાઈટ gsssb.Gujarat.gov.in પર બહાર પાડવામાં આવશે. જેની તમામ ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.
આ પણ વાંચો:
હવે નહીં આપવી પડે RTOમાં ડ્રાઇવિંગ ટેસ્ટ, ઘરેથી ટેસ્ટ આપી આ રીતે મેળવો લર્નિંગ લાઇસન્સ