Last updated on January 22nd, 2025 at 04:28 pm
JEE admit card 2025: નેશનલ ટેસ્ટિંગ એજન્સી ( NTA) એ પોતાની સત્તાવાર વેબસાઈટ પર સત્ર 1 માટે જીઇઇ મેન 2025 એડમિટ કાર્ડ જાહેર કરી દેવામાં આવેલ છે. જેમાં 22 23 અને 24 જાન્યુઆરીના રોજ પરીક્ષા છે. ઉમેદવારો આ પરીક્ષા માટે jee મેન પેપર 1 નું એડમિટ કાર્ડ સત્તાવાર વેબસાઈટ jeemain.nta.nic.in પરથી ડાઉનલોડ કરી શકે છે.
JEE admit card 2025
કે આ પરીક્ષામાં પેપર 1 ( બી.ટેક/ બી. ઇ) દરેક દિવસે બે શિફ્ટમાં આયોજન કરવામાં આવશે. જ્યારે પેપર 2 ( બી. આર્ક/ બી. પ્લાનિંગ) ફક્ત એક જ શિફ્ટમાં હશે.
- પેપર 1 શિફ્ટ 1 નો સમય – સવારે 9:00 વાગે થી બપોરે 12 વાગ્યા સુધી
- પેપર 1 શિફ્ટ 2 નો સમય – બપોરે ત્રણ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી
- પેપર 2 ( ફક્ત એક જ શિફ્ટ ) સમય – બપોરે ત્રણ વાગ્યાથી સાંજે 6:30 વાગ્યા સુધી.
અત્યારે તમામ ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર એડમિટ કાર્ડ ની લીંક જાહેર થાય તેની રાહ જોઈ શકે છે. મોટાભાગે jee મેન એડમિટ કાર્ડ નક્કી કરેલ પરીક્ષા તારીખે લગભગ ત્રણ દિવસ પહેલા ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ હોય છે. આ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ પોતાનો અરજી નંબર, જન્મ તારીખ નો ઉપયોગ કરીને લોગીન કરવું પડશે. આ એડમિટ કાર્ડ માં પરીક્ષાની તારીખ, સમય તે ઉમેદવારન વ્યક્તિગત જાણકારી અને પરીક્ષા કેન્દ્ર વિશેની માહિતી હોય છે.
JEE admit card 2025 રીલીઝ
બંને શિફ્ટ માટે લાગુ jee મેન 2025 એડમિટ કાર્ડ ની સત્તાવાર જાહેરાત ની તારીખ સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવી છે. સેશન 2 માટે એડમિટ કાર્ડ ની જાહેર થવાની તારીખ એ પરીક્ષા ના ત્રણ દિવસ પહેલા છે. Jee મેન પરીક્ષા શિફ્ટ 1 એ 22 થી 30 જાન્યુઆરી 2025 સુધી હશે. જ્યારે jee મેન શિફ્ટ 2 ની પરીક્ષા ની સંભવિત તારીખ 1 એપ્રિલ થી 8 એપ્રિલ 2025 હોઈ શકે છે.
JEE admit card 2025 કેવી રીતે ડાઉનલોડ કરવું ?
આ પરીક્ષા આપવા માટે ઉમેદવારો માટે એડમિટ કાર્ડ ઓનલાઇન ડાઉનલોડ કરવું ખૂબ જ જરૂરી છે. અને આ એડમિટ કાર્ડની પ્રિન્ટ કોપી તમારે પરીક્ષા કેન્દ્ર પર લઈ જવાની રહેશે. અને આ એડમિટ કાર્ડ ને તમે jee main 2025 લોગીન કરીને એક્સેસ કરી શકો છો. અને આ એડમિટ કાર્ડ મેળવવાના બે સરળ રસ્તા છે જે નીચે મુજબ છે:
1. અરબી નંબર અને પાસવર્ડથી ડાઉનલોડ કરો
- સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ jeemain.nta.ac.in પર જાઓ.
- અહીં તમને “JEE main admit Card 2025” ની લીંક મળશે તેના પર ક્લિક કરો.
- એપ્લિકેશન નંબર અને પાસવર્ડ ના માધ્યમથી વિકલ્પ ની પસંદગી કરો.
- જરૂરિયાત મુજબ તમારો અરજી નંબર અને પાસવર્ડ દાખલ કરો.
- સાઈન ઇન બટન પર ક્લિક કરો.
- તમારું એડમિટ કાર્ડ તમે સ્ક્રીન પર જોઈ શકશો.
- આ એડમિટ કાર્ડ ને ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટ આઉટ કાઢી લો.
2. અરજી નંબર અને જન્મ તારીખથી ડાઉનલોડ કરો
- ઉપર જણાવ્યા મુજબ સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
- આ પરીક્ષા ની હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે આપવામાં આવેલ લિંક મેવો અને તેના પર ક્લિક કરો.
- પોર્ટલ પર “અરજી નંબર અને જન્મ તારીખ ના માધ્યમથી વિકલ્પની પસંદગી કરો”
- અહીં તમારો અરજી નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
- સાઇન ઇન બટન પર ક્લિક કરીને પ્રક્રિયા પૂર્ણ કરો.
- અને પછી તમે 2025 માટે પરીક્ષાનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો. અને પ્રિન્ટ આઉટ લઇ લો.













