ભૂંગાનો 200 વર્ષ જૂનો ઇતિહાસ
Kutch bhunga house: ધોળાવીરામાં હડપ્પીય સંસ્કૃતિના અવશેષોમાં પણ ગોળ આકારના મકાનો ના નિશાન છે જે ઇસવીસન પૂર્વે 1300 ની આસપાસ બંધાયેલા હોવાનું મનાય છે પરંતુ આધુનિક ફુંગા છેલ્લા 200 વર્ષથી અસ્તિત્વમાં આવ્યા છે

1819 માં કચ્છ માં જોરદાર ભૂકંપ આવેલો અને સેકડો મકાનો પડી ભાંગ્યા હતા. જેથી કચ્છ અને હાલમાં પાકિસ્તાનમાં રહેલ સિંધ પ્રાંતથી આપણે ઓળખીએ છીએ હવે સિંધ પ્રાંતના કડિયા ભેગા થયા અને એવું નુકસાન આગળ ભવિષ્યમાં નિવારી શકાય તે માટે કેવા મકાનો બનાવવા તેના વિશે મંથન કર્યું. અંતે તેઓ ગોળ આકારના ભૂંગા હુકમ સામે ટકી શકશે તેવા તારણ પર આવ્યા અને ત્યારથી ભૂંગા નું ચલણ વધ્યું તેમ મનાય છે
ભૂંગા ભૂકંપ સામે કેવી રીતે ટકી રહે છે

ભૂંગા નો ગોળ આકાર અને હલકી છત ભૂકંપની તાકાત ને સહન કરી જાય છે
ચોરસ મકાનમાં પૃથ્વીના વાતાવરણના દબાણ અને ગુરુત્વાકર્ષણના કારણે વજન મકાનની છત પર હોય છે તે ચાર દીવાલો માટે જમીન પર ઉતરે છે
ચારે ભૂકંપ આવે ત્યારે તેની તાકાત મકાનની ચારમાંથી કોઈ એક દિવાલ સાથે અથડાય છે તેવા સંજોગોમાં પાકા ચોરસ મકાનની છત ભીમ કોલમ બની જાય છે અને ભૂકંપ જે દિશામાંથી આવ્યો હોય તેની સામેની તરફની દીવાલને ધક્કો મારે છે હાથી મકાન પડી જાય છે

એક ભૂંગો કેટલો મોટો હોય છે

ભૂંગો તૈયાર કરતા બે મહિના કરતાં વધારે સમય લાગે છે
ભૂંગા ની દિવાલની ઉંચાઈ નવ ફૂટ જેટલી હોય છે
ભૂંગા ની દિવાલની પહોળાઈ એક ફૂટ હોય છે
ભુંગા નો વ્યાસ 18 ફૂટ હોય છે
છતની શંકુની ઊંચાઈ 17 ફૂટ જેટલી ઊંચી હોય છે
ભૂંગો બનાવવાની પ્રક્રિયા

સારી ચીકણી માટી ખોદી લાવી તેમાં ગધેડા કે ઘોડાની લાદ ભેંસ કે ગાયનું છાણ મિશ્રિત કરી એક 8 થી 10 ફૂટ ઊંડો ખાડો ખોદી તેમાં રાખવામાં આવે છે
આ મિશ્રણમાં પાણી ભેળવી 20 દિવસ સુધી પલાળવામાં આવે છે
પછી તે માટીની ઈંટો બનાવી તેને સુકવી અને તેનાથી ચણતર કરવામાં આવે છે અને પછી દિવાલ પર માટીનું લીપણ કરવામાં આવે છે
દિવાલ ચણાઈ ગયા પછી તેના પર એક આડી ( જે મોભારા નું કામ કરેછે ) મૂકી તે આડી ના આધારે વાંસ કે નીલગીરી ની વળિયોથી શંકુ આકારની છતનું માળખું બનાવવામાં આવે છે
આ ખપેડા ઉપર ડાભ ( એક પ્રકારનું મોટું ઘાસ ) જેવું સ્થાનિક વાંસ કે ડાંગરનું પરાગ દોરડી વડે બાંધી છતને મઢી લેવામાં આવે છે
ભૂંગા ના અન્ય ભાગ

પેઢી: ઊંઘાના બારણા પાછળ નળિયાવાળું એક છાપરું પેઢી કહેવાય છે તે ઘરની બહાર બેસી કામ કરવાની જગ્યા છે
ઓટાંગ: ઘણી બાજુમાં આવેલું નળીયા વાળું મકાન જે મહેમાનો માટે ગેસ્ટ રૂમ જેવું હોય છે
ગજેબો: છનોડીયા તરીકે ઓળખાતું દિવાલ વગરનું છત્રી આકારનું છાપરું
રાંધણીયુ: એટલે કે રસોડું
નાયણી: સ્નાના ઘર પણ કહેવાય અથવા બાથરૂમ પણ કહેવાય
Kutch bhunga house ની ખાસિયતો.

છત ઘાસની અને દિવાલ માટીની હોવાથી ગરમીમાં ઠંડુ અને ઠંડીમાં ગરમ રહે છે
માખી મચ્છર કે કીડા થતા નથી
ભૂંગા માં વપરાતા મટીરીયલ કચ્છના અમુક વિસ્તારોમાં સ્થાનિક સ્તરે સસ્તા ભાવે કે મફત મળી રહેવાથી નો કોસ્ટ હાઉસિંગ કહી શકાય
ભૂકંપ જેવી કુદરતી આપત્તિ સામે રક્ષણ આપે છે













