Gujarat Police PSI result 2025 : ગુજરાત પોલીસ ભરતી અંગે ખૂબ જ મહત્વ અહેવાલ મળેલ છે. ગુજરાત રાજ્યમાં PSI ની શારીરિક કસોટી નું રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની યાદી વેબસાઈટ પર લિસ્ટ કરવામાં આવેલ છે.
ગયા મહિને જાન્યુઆરી 2025ની આઠ તારીખે રાજ્યના આશરે 15 જેટલા કેન્દ્રો ઉપર બિન હથિયારી પીએસઆઇ ઇન્સ્પેક્ટર ની શારીરિક કસોટી નું આયોજન થયેલ હતું. આ કસોટીમાં શારીરિક કસોટી પૂર્ણ થયા બાદ બિન હથિયાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર ની શારીરિક કસોટીમાં સફળ થયેલા તમામ ઉમેદવારોની વિગતો પોલીસ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ છે.
Gujarat Police PSI result 2025 પર લિસ્ટ થયેલ ઉમેદવારોની યાદી
Gujarat Police PSI ફિઝિકલ ટેસ્ટમાં પાસ થયેલા ઉમેદવારોની યાદી વેબસાઈટ પર મુકવામાં આવી છે. જે ઉમેદવારો પીએસઆઇ ની ફિઝિકલ ટેસ્ટમાં સફળ થયા છે તેઓ gprb.gujarat.gov.in અને lrdgujarat2021.in વેબસાઈટ પર ચેક કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, પીએસઆઇ ફિઝિકલ કસોટીનું આયોજન પોલીસ ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું.

ફિઝિકલ ટેસ્ટ નું રીઝલ્ટ થયા બાદ પોલીસ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવેલ છે કે આ ભરતીની પ્રક્રિયા દરમિયાન કોઈપણ ભૂલચૂક અંગે ગેરલાભ ઉમેદવારને લાયક ફેરવવામાં આવે તો પણ તેમની ઉમેદવારી રદબાતલ ગણવામાં આવશે. આ નિર્ણય તમામ (Gujarat Police PSI result) ઉમેદવારોને લાગુ પડશે અને ભરતીની પ્રક્રિયા રાજ્ય સરકાર હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના આદેશોને આધીન જ રહેશે.
Gujarat Police PSI result 2025 વાંધો કે રજૂઆત
ઉમેદવારને Gujarat Police PSI result વિગતો અંગે કોઈ વાંધો કે રજૂઆત હોય તો અરજી સાથે કોલલેટરની નકલ સામેલ કરી જરૂરી પુરાવા સાથે 22 ફેબ્રુઆરી 2025 સુધી ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી બંગલા નંબર- ગ-12, સરિતા ઉધાનની નજીક, સેકટર-9, ગાંધીનગર-382007 ખાતે રૂબરૂ અથવા રજી.પો.એ.ડી. અથવા સ્પીડ પોસ્ટ અથવા કુરીયર કરી શકે છે. આ સાથે જ એક મહત્વપૂર્ણ વાત એ છે કે 22 ફેબ્રુઆરી 2025 બાદ કોઇપણ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. જેની પીએસઆઇ કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોએ નોંધ લેવી.