WhatsApp Group Join Now
Telegram Group Join Now

Reliance new data centre 2025:રિલાયન્સ બનાવશે દુનિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર ! જુઓ શું કહ્યું ડાયરેક્ટર આકાશ અંબાણીએ

Reliance new data centre 2025

Reliance new data centre 2025: ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ અને એનવીડીયા (NVIDIA) દ્વારા સપ્ટેમ્બર 2024 માં ભારતમાં એઆઈ સુપર કોમ્પ્યુટર બનાવવા અને દેશની તમામ ભાષાઓ પર ટ્રેનિંગ આપવા માટે ભાષા મોડલ બનાવવાની જાહેરાત કરી હતી. અને રિલાયન્સ કંપનીના ડાયરેક્ટર આકાશ અંબાણી દ્વારા કહેવામાં આવ્યું છે કે 24 મહિનાના ટૂંકા સમયગાળામાં જામનગરમાં એઆઈ કમ્પ્યુટર વિકસિત કરવામાં આવશે.

આપણા ભારત દેશમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ના પ્રયત્નોને વધારવા માટે ઉદ્દેશ્યથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કંપનીના માલિક મુકેશ અંબાણી દ્વારા આપણા દેશમાં દુનિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર બનાવવા માટેની યોજના બનાવવામાં આવે છે. બ્લૂમબર્ગ ના રિપોર્ટમાં જણાવ્યા મુજબ ગુજરાતના જામનગરમાં આ ડેટા સેન્ટર બનાવવામાં આવશે. અને આ જામનગરમાં દુનિયાની સૌથી મોટી રિફાઇનરી આવેલી છે.

દુનિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર

અને આ પ્રોજેક્ટ એનવીડીયા ( Ai ટેકનોલોજી માં વિશ્વમાં અગ્રણી) ના એઆઈ સેમી કંડકટર નો લાભ મેળવશે. સપ્ટેમ્બર 2024 માં રિલાયન્સ અને એનવીડીયા દ્વારા ભારતમાં એઆઇ સુપર કોમ્પ્યુટર બનાવવા માટે અને દેશની જુદી જુદી ભાષાઓમાં લાર્જ લેંગ્વેજ મોડલ (LLM) બનાવવા માટે પાર્ટનરશીપ ની જાહેરાત કરવામાં આવી હતી.

ફક્ત 24 મહિનામાં બની જશે આ ડેટા સેન્ટર

આ મહિનાની શરૂઆતમાં રિલાયન્સ કંપનીના ડાયરેક્ટર આકાશ અંબાણી દ્વારા કહેવામાં આવ્યું છે કે ફક્ત 24 મહિનાના ટૂંકા સમય ગાળામાં ગુજરાતના જામનગરમાં એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

તેમણે કહ્યું કે”અમે જે જામનગરમાં એઆઈ ઇન્ટ્રાસ્ટ્રક્ચરને બનાવવા માટેનુ કાર્ય શરૂ કર્યું છે. તે ફક્ત જામનગરમાં જ નહીં પરંતુ દુનિયામાં આ એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટોપ રેન્ક માં દાખલ કરવામાં અગ્રણી રહેશે.

આ પણ વાંચો: 8th pay commission: 2025 ની શરૂઆતમાં જ સરકારી કર્મચારીઓને લાગી લોટરી! આઠમાં પગાર પંચને મળી મંજૂરી, જાણો કોનો કેટલો વધશે પગાર?

આકાશ અંબાણીએ કહ્યું છે કે” અમે એ આઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે જામનગરમાં તેનું કાર્ય શરૂ કરી દીધું છે. અને અમે તેને જામનગરની શૈલીમાં રેકોર્ડ સમયમાં પૂરું કરીશું. જેવું અમે જામનગરમાં હંમેશાથી 24 મહિનામાં કરતા આવ્યા છીએ.

ગીગાવોટ લેવલ પર ડેટા સેન્ટર

રિલાયન્સના ચેરમેન શ્રી મુકેશ અંબાણી દ્વારા ઓગસ્ટ 2024 માં એવી જાહેરાત કરવામાં આવી છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સમગ્ર દેશભરમાં ai ઇન્ટરાસ્ટર ની પહોંચને લોકતાંત્રિક બનાવવા માટે ગુજરાતના જામનગરમાં ગીગાવોટ લેવલ પર ડેટા સેન્ટરની સ્થાપના કરશે.

આ પણ વાંચો: Aadhaar card loan 2025: આધાર કાર્ડ થી મળશે રૂપિયા 2 લાખ સુધીની લોન, જુઓ ફાયદા અને અરજી પ્રક્રિયા