WhatsApp Group Join Now
Telegram Group Join Now

Holi 2025: શું તમે જાણો છો? કયા કારણોથી હોળી ઉજવાય છે, તો ચાલો આજે જાણીએ હોળી વિશે

Holi 2025

Holi 2025: 14 માર્ચ 2025ના રોજ દેશભરમાં હોળીનો રંગીન અને ઉત્સાહભર્યો તહેવાર ઉજવાશે. આ પર્વ માત્ર રંગો અને આનંદનો જ નહીં, પણ દોષ, ઈર્ષા અને અહમ ત્યાગી શુદ્ધ ભાવનાથી એકબીજાને મળવાનો સંદેશ આપે છે. હોળીનો તહેવાર વિવિધ પૌરાણિક પ્રસંગો સાથે જોડાયેલો છે, જેમાં પ્રહલાદ-હોલિકા, શિવ-કામદેવ અને શ્રીકૃષ્ણ-રાધાની લોકપ્રિય કથાઓનો સમાવેશ થાય છે. આ પાવન દિવસે લોકો હોળિકા દહન કરીને બુરાઈ પર સારાના વિજયનું પ્રતિક માનશે અને翌 દિવસે રંગોની રમઝટ ઊમટશે, જ્યાં દરેક ઉંમરના લોકો આનંદ અને પ્રેમભેર રંગોમાં તરબોળ થઈ જશે.

Holi 2025: હોળી વિશે

શું તમે જાણો છો? કયા કારણોથી હોળી ઉજવાય છે, તો ચાલો આજે જાણીએ હોળી વિશે, હોળી વિશે લોકો પ્રહલાદ અને હોલિકાનો જ પ્રસંગ યાદ કરે છે, પણ આપણા શાસ્ત્રોમાં હોળીના અલગ અલગ પ્રસંગો જણાવવામાં આવ્યા છે. પણ આપણા શાસ્ત્રોમાં હોળીના અલગ અલગ પ્રસંગો જણાવવામાં આવ્યા છે.

શિવ-કામદેવ કથા – તપસ્યા અને વિજય

શિવ પુરાણ મુજબ હિમાલયના પુત્રી પાર્વતી ભગવાન શિવ સાથે વિવાહ કરવા કઠોર તપસ્યા કરી રહ્યા હતા, ત્યારે ભગવાન શિવ પણ તપસ્યામાં લીન હતા. ઈન્દ્રને શિવ પાર્વતીના વિવાહનો સ્વાર્થ હતો કેમ કે તાડકાસૂરનો વધ શિવ પાર્વતીના પુત્ર દ્વારા થવાનો હતો. આ કારણે ઈન્દ્રે કામદેવને શિવની તપસ્યામાં ભંગ કરવા મોકલ્યા હતા, અને શિવજીએ તેને ભસ્મ કરી દીધો. શિવજીની તપસ્યા ભંગ થયા પછી દેવતાઓએ શિવને પાર્વતી સાથે વિવાહ કરવા મનાવી લીધા, આ કથા ને આધારે હોળી એ કામની ભાવનાને પ્રતિકાત્મક રૂપથી સળગાવી સાચા પ્રેમના વિજય ઉત્સવ તરીકે પણ ઉજવવામાં આવે છે.

શ્રીકૃષ્ણ અને પૂતના

કંસ ને જ્યારે આકાશવાણી દ્વારા જાણકારી મળી કે વાસુદેવ શ્રી કૃષ્ણ અને દેવકીનો આઠમો પુત્ર તેમનો વિનાશ કરશે ત્યારે, કંસે વાસુદેવ અને માતા દેવકીને કારાગારમાં પૂરી દીધા. કારાગારમાં જન્મેલા દેવકીના છ પુત્રોને કંસે મારી નાખ્યા દેવકીનો સાતમો પુત્ર એટલે કે શેષનાગનો અવતાર બલરામ હતો જેનો અંશ જન્મ પૂર્વે વાસુદેવ એ તેમની બીજી પત્ની રોહિણીના ગર્ભમાં સ્થાનાંતરિત કરી દીધો હતો આઠમા પુત્રના રૂપમાં શ્રીકૃષ્ણનો જન્મ થયો , વાસુદેવ રાતે જ શ્રીકૃષ્ણને ગોકુળમાં નંદ અને યશોદા ને ત્યાં મૂકવામાં આવ્યા નંદ અને યશોદાની નવજાત બાળકીને પોતાની સાથે લઈ આવ્યા કંસ તે કન્યાને મારી શક્યો નહીં અને ફરી આકાશવાણી સંભળાય કે કંસને મારનારો ગોકુળમાં જન્મ લઈ ચૂક્યો છે ત્યારે કંસ ગોકુળમાં જન્મેલા દરેક નવજાત શિશુની હત્યા કરવાનું કામ પૂતના નામની રાક્ષસીને સોંપવામાં આવ્યું પૂતના નામની રાક્ષસી સુંદર નારી નું રૂપ લઈ નવજાત શિશુ ઓ ને વિષ નું ( જેરી ) સ્તનપાન કરાવવા ગઈ પણ કૃષ્ણએ રાક્ષસી પૂતના ને ઓળખી તેનો નો વધ કર્યો તે દિવસ ફાગણ પૂર્ણિમાનો દિવસ હતો માટે પણ હોળીની ઉજવણી કરવામાં આવે છે.

રાધાકૃષ્ણ અને રંગોની હોળી

WhatsApp Group Join Now
Telegram Group Join Now

હોળીનો તહેવાર રાધાકૃષ્ણ ના પવિત્ર પ્રેમ સાથે પણ જોડાયેલો છે, વસંતમાં એકબીજા પર રંગ ફેકવો તે શ્રીકૃષ્ણની લીલા નો એક ભાગ પણ માનવામાં આવે છે. મથુરા વૃંદાવનની હોળી રાધાકૃષ્ણના પ્રેમના રંગમાં ડૂબેલી હોય છે, બરસાના અને નંદગાવની લઠમાર હોળી આ કારણે જગ પ્રસિદ્ધ છે, હોળી સળગાવવાની કારણે અહમ વેર ઈર્ષા સંશય દૂર થવાથી શ્રીકૃષ્ણ અને રાધા ના પવિત્ર પ્રેમ જેવી લાગણી આવે છે તે માટે પણ હોળી ઉજવવામાં આવે છે.

હોળિકા દહન – પ્રહલાદની વિજય ગાથા

પ્રહલાદ અને હોલિકા નો પ્રસંગ જે હોળી શબ્દ સાંભળતા જ આપણા મનમાં હોલિકા દહન નો પ્રસંગ યાદ આવે છે દરેક લોકો જાણે છે આ કથા નો વિષ્ણુ પુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હિરણ્ય કશ્યપ એ તપસ્યા કરી વરદાન પ્રાપ્ત કર્યું હતું કે પૃથ્વી પર કોઈ રાતે કે દિવસે ઘરમાં કે ઘરની બહાર અસ્ત્રથી ના શસ્ત્ર થી માનવ થી કે પશુથી નહીં મરે એવું વરદાન પ્રાપ્ત કરી લીધું હતું. વરદાનને કારણે તેને વિષ્ણુ પૂજા બંધ કરાવી દીધી હતી. પણ પુત્ર પ્રહલાદની નારાયણ ભક્તિ ને તે વિમુખ ન કરી શક્યો હિરણ્ય કશ્યપે પ્રહલાદને ખૂબ યાતના અને પીડા ઑ આપી પણ પ્રહલાદ એ વિષ્ણુભક્તિ છોડી નહીં. હિરણ્ય કશ્યપ ની બહેન હોલિકાને વરદાન પ્રાપ્ત હતું કે તેને આગ પણ સળગાવી શકે નહીં હોલિકાને પ્રહલાદ સાથે આગમાં બેસવાનું કહ્યું હોલિકાનું વરદાન નિષ્ફળ સિદ્ધ થયું અને તે પોતે આગમાં સળગીને મરી ગઈ, પ્રહલાદની આ જીતની ખુશીમાં પણ હોળીનો તહેવાર મનાવવામાં અથવા ઉજવવામાં આવે છે.

રાક્ષસીના વિનાશનો પ્રસંગ

પૌરાણિક સમયમાં નામના એક રાજા થઈ ગયા તે સમયે એક રાક્ષસી હતી જે નવજાત શિશુઓને ખાતી હતી રાક્ષસીને વરદાન પ્રાપ્ત થતું કે તે કોઈ દેવતા માનવ અને શસ્ત્રથી નહીં મળે અને તેને ઠંડી ગરમી વરસાદની કોઈ અસર નહીં થાય મૃત્યુ રાજાની ભૂંડીનો અંત કરવા માટે રાજપુરોહિતે એક ઉપાય જણાવ્યું. જો ફાગણ માસની પૂર્ણિમાએ દરેક બાળક એક એક લાકડી જમીન પર મૂકી સળગાવે અને મંત્ર બોલી તે અગ્નિની પરિક્રમા કરે તો તે રાક્ષસી મરી જશે પુરોહિતના જણાવ્યા મુજબ બાળકોએ લાકડી સળગાવી મંત્ર બોલવાનું શરૂ કર્યું રાક્ષસી બાળકોને ખાવા નજીક આવી તો બાળકોના મંત્રોના પ્રભાવને કારણે તેનો વિનાશ થયો આ કારણે પણ હોળી ઉજવવામાં આવે છે.