WhatsApp Group Join Now
Telegram Group Join Now

IOCL Recruitment 2025: ઇન્ડિયન ઓઇલ કંપની દ્વારા નોન-એક્ઝિક્યુટિવ પદો પર ભરતીની જાહેરાત, જુઓ શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા અને અરજી પ્રક્રિયાની માહીતી

IOCL Recruitment 2025

IOCL Recruitment 2025: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ કંપની દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આમાં તમારે પરીક્ષા આપવાની નથી. જુદા જુદા ટ્રેડમાં એપ્રેન્ટીસ ની ભરતી માટે સતાવાર જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. જેના માટે ઉમેદવારો પાસે ઓનલાઇન માધ્યમમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે. આ ભરતીમાં કેટેગરી મુજબ પોસ્ટ અલગ અલગ છે તો તેની માહિતી, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા વગેરે અમે તમને જણાવીશું.

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ 2025

માહિતી વર્ણન
સંસ્થાનુ નામ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)
પોસ્ટએપ્રેન્ટિસ
કુલ ખાલી જગ્યા200
એપ્લિકેશન માધ્યમ ઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ16 ફેબ્રુઆરી 2025
સત્તાવાર વેબસાઇટ iocl.com

કેટેગરી મુજબ પદોની સંખ્યા

કેટેગરીજગ્યા
યુઆર 111
ઇડબ્લ્યુએસ 13
એસસી 21
એસટી 5
ઓબીસી 50
પીડબલ્યુડી 4

વય મર્યાદા

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર મર્યાદા એ જુદી જુદી પોસ્ટ મુજબ અલગ અલગ છે. જે નીચે દર્શાવેલ છે.

  • ટ્રેડ એપ્રેન્ટીસ- આ ભરતીમાં અરજી કરવા ઉમેદવારની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 24 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.
  • ગ્રેજ્યુએશન એપ્રેન્ટીસ- અરજી કરવા માટે ન્યૂનતમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 24 વર્ષ રાખવામાં આવેલ છે.
  • ટેકનિશિયન એપ્રેન્ટીસ- આ પોસ્ટ માટે પણ ન્યૂનતમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 24 વર્ષ છે.

શૈક્ષણિક લાયકાત

અરજી કરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત એ પદ મુજબ અલગ અલગ છે.

ટ્રેડ એપ્રેન્ટીસ માટે ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત તે સંબંધિત ટ્રેડમાં આઈ.ટી.આઈ પાસ કરેલ હોય તેનું પ્રમાણપત્ર અને ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગ્રેજ્યુએશન એપ્રેન્ટીસ માટે ઉમેદવારે કોઈ પણ વિદ્યા શાખામાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.

ટેકનિશિયન એપ્રેન્ટીસ- આ પોસ્ટ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ સંબંધિત એન્જિનિયરિંગમાં ડિપ્લોમા અને ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.

પસંદગી પ્રક્રિયા

જણાવી દઈએ કે આ ભરતીમાં તમારે કોઈપણ પ્રકારની લેખિત પરિક્ષા કે ઇન્ટરવ્યૂ આપવાનું નથી. પરંતુ ઉમેદવારોની પસંદગી તેમની શૈક્ષણિક લાયકાતમાં જે ગુણ મેળવેલા છે તેની જે ટકાવારી છે તેના આધારે કરવામાં આવશે. અને જો બે ઉમેદવારોને સરખા ગુણ થતા હોય તો તેવા કિસ્સામાં જે ઉમેદવારની ઉંમર વધારે હોય તેમને પાસ કરવામાં આવશે. છેલ્લે જે ઉમેદવારોની પસંદગી થશે એટલે કે શોર્ટ લિસ્ટ માં જેમનું નામ હશે તેમને પાછળથી ડોક્યુમેન્ટ વેરિફકેશન અને મેડિકલ ટેસ્ટ માટે આપવાનું રહેશે.

આ પણ વાંચો: બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં 500 થી વધારે શૈક્ષણિક અને બિન શૈક્ષણિક પદો પર ભરતીની જાહેરાત,જુઓ પગાર ધોરણ અને અરજીની માહિતી

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ 2025મા અરજી કેવી રીતે કરવી ?

  • અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ iocl.com પર જાઓ.
  • અહીં મેનુ બારમાં તમને “ઇન્ડિયન ઓઇલ ફોર યુ”ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો તેના પછી “ઇન્ડિયન ઓઇલ કરિયર”ઓપ્શન પર ક્લિક કરો અને તેના પછી”લેટેસ્ટ જોબ ઓપનિંગ”ઓપ્શન પર ક્લિક કરો.
  • અહીં તમને કંપની દ્વારા બહાર પાડવામાં આવેલી નવીનતમ નોકરીઓની માહિતી મળશે.
  • હવે iocl નોન એક્ઝિક્યુટિવ ભરતી 2024 ઓપ્શન હશે તેના પર ક્લિક કરો.
  • અહીં તમને ઓફિસિયલ નોટિફિકેશનની pdf અને ઓનલાઇન અરજી કરવા માટેની લીંક મળશે.
  • ઓનલાઇન એપ્લિકેશન ની લીંક પર ક્લિક કરો અને રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી કરો.
  • હવે મળેલ આઈડી અને પાસવર્ડ દ્વારા લોગીન કરો. તમારી સામે એપ્લિકેશન ફોર્મ છે તેને ભરો.
  • જરૂરી દસ્તાવેજ અપલોડ કરો અને અરજી ફી ની ચુકવણી કરો.
  • છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરીને આ એપ્લિકેશન ફોર્મ જમા કરો.

આ પણ વાંચો: GPSC requirement 2025: ગુજરાત જાહેર સેવા આયોગમાં મોટર વાહન પ્રોસિક્યુટર પદ પર ભરતી ની જાહેરાત, જુઓ પગાર ધોરણ અરજી પ્રક્રિયા અને અન્ય માહિતી