Central Bank Of India ZBO Requirement 2025 દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. જાહેરાતમાં જાણવા મુજબ ઝોન આધારિત અધિકારી ( ZBO ) ની ભરતી માટે ઉમેદવારો પાસે ઓનલાઇન માધ્યમમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે. અને આ પાત્રતા ધરાવતા ઉમેદવારો બેંકની ઓફિસિયલ વેબસાઈટ centralbankofindia.co.in ના માધ્યમથી અરજી કરી શકે છે.
પોસ્ટનું નામ અને ખાલી જગ્યા
જાહેરાતમાં જણાવ્યા મુજબ central bank of india માં ઝોન બેઝ્ડ ઓફિસર ( ZBO) ની જગ્યા માટે ભરતી યોજાઇ છે.
જુદી જુદી જગ્યાઓમાં કુલ 266 ખાલી જગ્યાઓ છે. જેમાં અમદાવાદમાં 123 પદો, ચેન્નઈમાં 58 પદ, ગુવાહાટીમાં 43 પદ, હૈદરાબાદ માં 42 પદ ખાલી જગ્યાઓ છે.
વય મર્યાદા
આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની ન્યૂનતમ ઉંમર 21 વર્ષ અને મહત્તમ ઉંમર મર્યાદા 32 વર્ષ રાખવામાં આવેલી છે. અને 30 નવેમ્બર 2024 સુધી તેમની ઉંમર આ બંને વચ્ચે હોવી જોઈએ. એટલે કે તેમની જન્મ તારીખ 1 ડિસેમ્બર 1992 થી 30 નવેમ્બર 2003 વચ્ચે હોવી જોઈએ.
શૈક્ષણિક લાયકાત
આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ અથવા તો કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે તેની સમકક્ષ યોગ્યતા હોવી જોઈએ.
મેડિકલ, એન્જિનિયરિંગ, ચાર્ટર્ડ એકાઉન્ટન્સી, અથવા તો કોસ્ટ એકાઉન્ટન્સી ની ડિગ્રી હોય તેવા ઉમેદવાર પણ અરજી કરી શકે છે.
અરજી ફી
અરજી ફી કેટેગરી મુજબ અલગ અલગ છે
- અનુસૂચિત જાતિ( SC) / અનુસૂચિત જનજાતિ ( ST) /PWD અને મહિલા ઉમેદવારો માટે 175 રૂપિયા + GST રાખવામાં આવેલ છે.
- અન્ય તમામ વર્ગના ઉમેદવારો માટે અરજી ફી 850 રૂપિયા+ GST રાખવામાં આવે છે.
- આ અરજીની ચુકવણી ડેબિટ કાર્ડ/ ક્રેડિટ કાર્ડ/ ઇન્ટરનેટ બેન્કિંગ/ આઈ એમપીએસ/ કેશ કાર્ડ અથવા મોબાઈલ વોલેટ વગેરેથી કરી શકાય છે.
પસંદગી પ્રક્રિયા
લેખિત પરીક્ષા હશે.જેમાં કુલ 120 પ્રશ્નો હશે દરેક પ્રશ્નોનો એક ગુણ મળશે. અને આ પરીક્ષા નો સમય 80 મિનિટ હશે.
પરીક્ષા આપ્યા પછી તમારે ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે. અને પસંદગી એ ઓનલાઈન પરીક્ષા અને ઇન્ટરવ્યૂના વચ્ચે 70:30 રેશિયો ના આધારે કરવામાં આવશે. પરીક્ષામાં મેળવેલ ગુણ ના આધારે એક મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે. જેમાં દરેક પદ અને કેટેગરી માટે જુદા જુદા રેન્કિંગ હશે.
મહત્વની તારીખ
આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત 21 જાન્યુઆરી 2025 થી શરૂ થાય છે. અને છેલ્લી તારીખ 9 ફેબ્રુઆરી 2025 રાખવામાં આવેલી છે. પરીક્ષાની સંભવિત તારીખ માર્ચ 2025 છે.
Central Bank Of India ZBO Requirement 2025 માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ?
- અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ centralbankofindia.co.in પર જાઓ.
- “હમારે સાથ કરિયર” ઓપ્શન પર ક્લિક કરો અને તેના પછી “કરંટ વેકેન્સી” ઓપ્શન આપેલો હશે તેના પર ક્લિક કરો.
- તેના પછી નિયમિત આધાર પર જુનિયર મેનેજમેન્ટ ગ્રેટ સ્કેલ 1 માં ઝોન આધારિત અધિકારી ભરતી માટે લિંક મળશે તેના પર ક્લિક કરો.
- માંગવામાં આવેલી વ્યક્તિગત માહિતી ભરીને રજીસ્ટ્રેશન પૂરું કરો.
- તમને અહીં રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ મળશે તેના દ્વારા લોગીન કરો.
- હવે તમારી સામે એપ્લિકેશન ફોર્મ ખુલશે તેને ભરો તેની સાથે દસ્તાવેજ અપલોડ કરો.
- અરજી ફીની ચૂકવણી કરો અને સબમીટ બટન પર ક્લિક કરીને ફોર્મ જમા કરો.
- અને ભવિષ્યના સંદર્ભ માટે ફોર્મને ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટ લઈ લો.