Gmail Account Hack Alert: ગૂગલે જીમેલ એકાઉન્ટ યુઝર્સ માટે એક મોટી ચેતવણી જાહેર કરી છે. ગૂગલે પુષ્ટિ આપી છે કે 250 કરોડ વપરાશકર્તાઓના જીમેલ એકાઉન્ટ્સ એઆઈ દ્વારા હેક થઈ શકે છે. સાયબર ગુનેગારો હવે ગૂગલ સપોર્ટના નામે યુઝર્સને ફોન કરીને મોટી છેતરપિંડી કરી રહ્યા છે. ગૂગલે પોતાના યુઝર્સને ચેતવણી આપી છે કે તેઓ આવા કોઈપણ નકલી કોલ પર વિશ્વાસ ન કરે અને તાત્કાલિક તેમના જીમેલ એકાઉન્ટનો પાસવર્ડ બદલી નાખે.
ગુગલે Gmail ને લઈને આપી ચેતવણી
જ્યારથી ટેકનોલોજીકલ સુવિધાઓમાં વધારો થયો છે, ત્યારથી હેકિંગમાં પણ ઘણો વધારો થયો છે. ફોર્બ્સ દ્વારા જાહેર કરાયેલા એક અહેવાલ મુજબ, ગૂગલે લાખો Gmail યુઝર્સને ચેતવણી આપી છે કે સાયબર ગુનેગારો ગૂગલ સપોર્ટના નામે ફોન કરી રહ્યા છે. આ કોલ્સનો કોલર આઈડી વાસ્તવિક લાગે છે, જે યુઝર્સને છેતરે છે. હેકર્સ ગુગલ સપોર્ટ એજન્ટ (Gmail Account Hack Alert) તરીકે પોતાને રજૂ કરે છે અને યુઝર્સને કહે છે કે તેમનું એકાઉન્ટ હેક થઈ ગયું છે અને તેમણે એકાઉન્ટ રિકવર કરવા માટે મોકલવામાં આવેલા રિકવરી કોડનો ઉપયોગ કરવો જોઈએ. હેકર્સ દ્વારા મોકલવામાં આવતા ઇમેઇલ અને રિકવરી કોડ પણ સાચો જ લાગે છે, જેના કારણે યુઝર્સ તેમના જાળમાં ફસાઈ શકે છે.
ફોલો કરો આ સ્ટેપ્સ
જો તમને કોઈ શંકાસ્પદ કોલ કે ઈમેલ મળે, તો તેને તાત્કાલિક અવગણો. જો તમે ભૂલથી રિકવરી કોડનો ઉપયોગ કરી લીધો હોય, તો તરત જ તમારો Gmail પાસવર્ડ બદલો. પાસવર્ડ બદલવા માટે, તમારા Android ઉપકરણની સેટિંગ્સમાં જાઓ.
હવે ગૂગલ વિકલ્પ પર ટેપ કરો અને તમારું નામ પસંદ કરો. મેનેજ યોર ગૂગલ એકાઉન્ટ પર ક્લિક કરો. ટોચ પર સુરક્ષા ટેબ પર જાઓ. તમારા Google એકાઉન્ટમાં કેવી રીતે સાઇન ઇન કરવું તે હેઠળ પાસવર્ડ વિકલ્પ પર ક્લિક કરો. નવો પાસવર્ડ દાખલ કરો અને પાસવર્ડ બદલો પર ટેપ કરો. જો તમે તમારો પાસવર્ડ ભૂલી ગયા હો, તો મારો પાસવર્ડ ભૂલી ગયા છો પર ટેપ કરો અને સ્ક્રીન પરની સૂચનાઓને અનુસરો.
Gmail સિક્યુરિટી માટે ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશનનો ઉપયોગ
તમારા Gmail એકાઉન્ટની સિક્યુરિટી વધારવા માટે, ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA) એક્ટિવ કરો. આ વધારાના સુરક્ષા પગલાંથી ખાતરી થશે કે જો હેકર્સ તમારો પાસવર્ડ મેળવી લેશે, તો પણ તેઓ તમારા એકાઉન્ટને ઍક્સેસ કરી શકશે નહીં. સ્ક્રીન પરની સૂચનાઓનું પાલન કરો અને સુરક્ષા પ્રશ્નોના સાચા જવાબ આપો. આ પછી તમે તમારો પાસવર્ડ બદલી શકો છો.













