America Air Strike On ISIS : યુએસ સેનાએ સોમાલિયામાં ISISના ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા છે, જેમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા છે. આ માહિતી યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર આપી હતી.
ડોનાલ્ડ Trump એ શનિવારે સવારે સોમાલિયામાં ISISના એક વરિષ્ઠ હુમલાખોર અને તેણે ભરતી કરેલા આતંકવાદીઓ પર લશ્કરી હુમલાનો આદેશ આપ્યો. આ આતંકવાદીઓ ગુફાઓમાં છુપાયેલા હતા, પરંતુ અમેરિકન સેનાએ તેમના પર ચોકસાઈથી હુમલો કર્યો. ટ્રમ્પે કહ્યું કે આ આતંકવાદીઓ અમેરિકા અને તેના સાથી દેશો માટે ખતરો છે.
Trump નો સંદેશ

“આજે (શનિવારે) સવારે મેં સોમાલિયામાં એક વરિષ્ઠ ISIS હુમલાના આયોજનકાર અને તેણે ભરતી કરેલા અને નેતૃત્વ કરેલા અન્ય આતંકવાદીઓ પર લશ્કરી હવાઈ હુમલાનો આદેશ આપ્યો. આ હત્યારાઓ, જેમને અમે ગુફાઓમાં છુપાયેલા જોયા હતા, તેઓ યુનાઇટેડ સ્ટેટ્સ અને અમારા સાથીઓ માટે ખતરો હતા. હુમલાઓએ તે ગુફાઓનો નાશ કર્યો જેમાં તેઓ રહે છે, અને નાગરિકોને નુકસાન પહોંચાડ્યા વિના ઘણા આતંકવાદીઓને મારી નાખ્યા,” ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પરની તેમની પોસ્ટમાં જણાવ્યું.

બાયડેન એડમિનિસ્ટ્રેશન પર Trump નો પ્રહાર
તેમણે ઉમેર્યું, “આપણી સેનાએ વર્ષોથી આ ISIS હુમલાના યોજનાકારને નિશાન બનાવ્યો છે, પરંતુ બિડેન અને તેમના સાથીદારો કામ પૂર્ણ કરવા માટે પૂરતી ઝડપથી કાર્યવાહી કરી શક્યા ન હતા. મેં તમને તે કરીને બતાવ્યું! ISIS અને અમેરિકનો પર હુમલો કરનારા અન્ય તમામ લોકોને સંદેશ છે કે ‘અમે તમને શોધીશું, અને અમે તમને મારી નાખીશું’!”

અમેરિકી રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ કર્યા પછી, ટ્રમ્પ મધ્ય પૂર્વથી સોમાલિયા સુધી આતંકવાદ અને રાજ્ય દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતા આતંકવાદી જૂથો સામે ખૂબ જ આક્રમક વલણ દાખવી રહ્યા છે. તાજેતરમાં, સીરિયામાંથી અમેરિકન સૈનિકો પાછા ખેંચવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દરમિયાન, ઇઝરાયલી સંરક્ષણ પ્રધાન કાત્ઝે કહ્યું છે કે તેમના દળો સીરિયામાં અનિશ્ચિત સમય માટે રહેશે.