Last updated on January 25th, 2025 at 04:01 pm
Aadhaar card loan 2025: આજના મોંઘવારીના સમયે અચાનક આવેલી પૈસાની જરૂરિયાતોને પૂરી કરવા માટે મોટાભાગે લોકો પર્સનલ લોન લઈ લે છે. આજના સમયમાં બહાર ફરવા માટે કે વેકેશન માટે પણ લોકો લોન લે છે. પરંતુ શું તમને ખબર છે કે તમે પોતાના ઓળખ પત્ર એવા આધાર કાર્ડ થી રૂપિયા 2 લાખ સુધીની લોન લઈ શકો છો ? આધાર કાર્ડ થી રૂપિયા બે લાખની લોન એવા લોકો માટે સારો એવો ઓપ્શન છે જેમને તાત્કાલિક પૈસાની જરૂર જ છે. કેમ કે તેમાં વધારે દસ્તાવેજો/કાગળની માથાકૂટ હોતી નથી. ચાલો ડીટેલમાં તેના વિશે જાણીએ.
આધાર કાર્ડ થી લોન લેવાના ફાયદા
ડિજિટલ પ્રોસેસ- આ લોન ઓનલાઇન ઓફર કરવામાં આવે છે અને કંપની ડિજિટલ પ્રોસેસ પ્રોવાઇડ કરે છે જેના કારણે લોન મળવામાં વધારે સમય લાગતો નથી.
વધારે દસ્તાવેજો ની જરૂર પડશે નહીં- આધાર કાર્ડ થી લોન એ બીજી લોન કરતાં અલગ હોય છે કેમકે આ લોન માટે આવકનું પુરાવો રહેઠાણનું પુરાવો તમારો વ્યવહારિક પુરાવો વગેરે દસ્તાવેજો ની જરૂર પડતી નથી. આધાર કાર્ડ ની બેંક અને ફાઇનાન્સ કંપની તમારી ઓળખ અને એડ્રેસ વગેરેને વેરીફાઈ કરવા માટે એક સિંગલ ડોક્યુમેન્ટ તરીકે ઉપયોગ કરે છે. જેના કારણે ડોક્યુમેન્ટની ઓછી જરૂર પડે છે.
ઝડપી પ્રોસેસિંગ– ડિજિટલ એપ્લિકેશન પ્રોસેસના કારણે આ લોન ને જલ્દીથી અપૃવલ મળી જાય છે. જેના કારણે તમે તમારો સમય બચાવી શકો છો.
આધાર કાર્ડ થી લોન લેવા માટે પાત્રતા માપદંડ
ઉંમર – મોટેભાગે લોન લેનાર ની ઉંમર 21 થી ૬૦ વર્ષ વચ્ચે હોવી જોઈએ. કેટલાક કિસ્સાઓમાં બેંક 65 વર્ષની ઉંમર સુધી મંજૂરી આપે છે.
આવક- લોન લેનારની મહિનાની આવક 15000 થી 25000 રૂપિયા વચ્ચે હોવી જોઈએ. આ લોન પગાર પર કામ કરતા હોય તેવા માટે અને પોતાનો વ્યવસાય કરતા હોય તેવા માટે પણ ઉપલબ્ધ છે.
ક્રેડિટ સ્કોર– જો ક્રેડિટ સ્કોર ( 650-700 ) સારો હોય તો તમારે લોનની અપ્રુંવલની સંભાવના વધી જાય છે.
વેલીડ આધારકાર્ડ- વેરિફિકેશનના હેતુ માટે, તમારું આધાર કાર્ડ એ એક્ટિવ હોવું જોઈએ અને મોબાઈલ નંબર સાથે લીંક હોવું જોઈએ.
આધાર કાર્ડ થી 2 લાખની લોન લેવા માટે જરૂરી દસ્તાવેજ
જણાવીએ કે, લોન લેવા માટે જરૂરી દસ્તાવેજ એ બેંકની પોલિસી અને તેની સાથે સાથે તમારી ઓવરઓલ પ્રોફાઈલ પર પણ આધાર રાખે છે. પરંતુ મોટાભાગે બેંક તમારી પાત્રતા ચેક કરવા માટે આ ડોક્યુમેન્ટ માંગે છે:
- પાનકાર્ડ
- પાછળના ત્રણ થી છ મહિનાનું બેન્ક એકાઉન્ટ સ્ટેટમેન્ટ
- ITR રિટર્ન
- પગાર પર કામ કરતા હોય તેમની આવકનો પુરાવો
આધારકાર્ડથી રૂપિયા 2 લાખની લોન લેવા માટે અરજી પ્રક્રિયા
- ઓનલાઇન એપ્લિકેશન- જે બેન્કથી આ લોન લેવા માંગો છો તે બેંકની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ અથવા તો તેમની મોબાઇલ એપ ડાઉનલોડ કરો.
- પાત્રતા ચેક- લોન લેવા માટે પહેલા પાત્રતા માપદંડ ચેક કરો. અને તે ચેક કરવા માટે તમે તે બેંકના એલઈજીબીલીટી કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરી શકો છો.
- ડોક્યુમેન્ટ અપલોડ કરવા- પોતાનું આધારકાર્ડ પાનકાર્ડ અને આવકનો પુરાવો અપલોડ કરો. સુનિશ્ચિત કરો કે તમે પોતાના ઓટીપી આધાર પર ઓથેન્ટીકેશન માટે પોતાના આધારકાર્ડને મોબાઈલ નંબર સાથે લીંક કરેલ છે.
- એપ્રુવલ અને ડીસ્બર્સલ – તમારા ડોક્યુમેન્ટ જમા કર્યા પછી, લોન અપૂર્વ થઈ જાય છે. જુદી જુદી બેંકો ના આધારે ડીસ્બર્સલ મા 24 થી 48 કલાકનો સમય લાગે છે.